નીતા લીંબાચિયા, અમદાવાદ:
14 ડિસેમ્બર 2024:
GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા CAIT યંગ આંત્રપ્રિન્યોર સાથે આયોજિત થયેલઝાયડસ કેડિલા હોસ્પિટલની મુલાકાત તેમજ “ટ્રાન્સફોર્મિંગ હેલ્થ: લાઇફસ્ટાઇલ અને ઇનોવેશન” પર વાર્તાલાપ. GCCI બિઝનેસ વુમન કમિટીએ CAIT યંગ આંત્રપ્રિન્યોર સાથે સંયુક્ત રીતે તારીખ 11મી ડિસેમ્બર, 2024ના રોજ ઝાયડસ કેડિલાહોસ્પિટલની મુલાકાત તેમજ “ટ્રાન્સફોર્મિંગ હેલ્થ: લાઇફસ્ટાઇલ એન્ડ ઇનોવેશન” વિષય પર વાર્તાલાપનું આયોજન કર્યું હતું.
શ્રી ગૌરાંગ ભગત, માનદ મંત્રી, GCCI, પ્રાચી પટવારીના નેતૃત્વમાં બિઝનેસ વુમન કમિટી દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓનીપ્રશંસા કરી હતી અને વધુમાં આરોગ્ય-કેન્દ્રિત કાર્યક્રમોનું આયોજન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે બોલતા BWC ચેરપર્સન પ્રાચી પટવારીએ ગુજરાતના ઝડપથી વિકસતા મેડિકલ ટુરિઝમ અને તે પરત્વે ઝાયડસ કેડિલા હોસ્પિટલજેવી અત્યાધુનિક હોસ્પિટલોની નિર્ણાયક ભૂમિકા વિશે વાત કરી હતી.
તેઓએ વિવિધ રોગો માટે ઝાયડસ કેડિલા હોસ્પિટલમાં ઉપલબ્ધઅનેકવિધ આધુનિક સુવિધાઓની પ્રશંસા કરી હતી. તેઓએ જીવનશૈલીમાં પરિવર્તન અને વ્યક્તિની સુખાકારી માટે દવાઓ પ્રત્યે નવીનઅભિગમના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમને તબીબી વિજ્ઞાન દ્વારા કરવામાં આવેલી પ્રગતિ વિશે વાત કરતાં ઉમેર્યું હતું કે હવે વિશ્વ દરેકવ્યક્તિ માટે ટેલર મેડ મેડિસિન ની દિશામાં આગળ વધી રહેલ છે.
ડો.વી.એન. શાહે તેમના સત્રમાં ડાયાબિટીસ અને હાયપરટેન્શન જેવા ક્રોનિક રોગોને રિવર્સ કરવા માટે જીવનશૈલી પરિવર્તનના મહત્વ પરપ્રકાશ પાડ્યો હતો. વધુમાં, તેમણે સર્વગ્રાહી સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે નિયમિત શારીરિક પ્રવૃત્તિ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને પર્યાપ્તઆરામના મહત્વ પર ભાર મૂક્યો હતો. હોસ્પિટલ મેનેજમેન્ટ ટીમે ઉપસ્થિતોને તેમના અદ્યતન રોબોટિક સિસ્ટમ યુનિટ અને ઇન્ટેન્સિવ કેરયુનિટ (ICU) ની મુલાકાત પૂરી પાડી હતી. ટીમે દર્દીની સંભાળ અને સારવારના પરિણામોને વધારવા માટે અદ્યતન ટેકનોલોજી અને નવીનપ્રક્રિયાઓ સમજાવી હતી.
આ અનુભવ સહભાગીઓને કેવી રીતે આધુનિક તબીબી નવીનતા જીવનશૈલીમાં પરિવર્તનને પરિપૂર્ણ કરે છે તેનીઝલક આપી હતી. તેમણે ઉપસ્થિતોને યાદ અપાવ્યું કે સારું સ્વાસ્થ્ય એ જીવનભરની મુસાફરી છે, જેમાં સભાન પ્રયત્નોની જરૂર પડે છે.તેમણે સહભાગીઓને પ્રિવેન્ટિવ હેલ્થ સ્ક્રીનીંગ અને ચોક્કસ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરાવવા માટે પણ પ્રોત્સાહિત કર્યા, જે સંભવિત સ્વાસ્થ્યજોખમોને ઓળખવામાં અને જીવલેણ બનતા પહેલા તેને ઘટાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
#bharatmirror #bharatmirror21 #news #gcci #gccibusinesswomencommittee #caityoungentrepreneur #zyduscadilahospital #kdhospital #transforminghealth #lifestyle&innovation #gandhinagar #ahmedabad