- CLAT માટે સૌથી વધુ પરિણામ આપતા ‘ઈકોચિંગ’ સેન્ટરના 11 વિદ્યાર્થીએ ગુજરાતના ટોપ 100માં સ્થાન હાંસલ કર્યું
- કાયદાના ક્ષેત્રમાં ખુબ સારી તકો રહેલી છે અને અમારી સંસ્થાની મદદથી વિદ્યાર્થીઓ આજે મોટી કંપનીઓમાં આઈઆઈટીની સમકક્ષ સેલેરી પેકેજ મેળવી રહ્યા છેઃ રોહન ગર્ગ, CLAT મેન્ટર
નીતા લીંબાચિયા, અમદાવાદ:
08 ડિસેમ્બર 2024:
ઓલ ઇન્ડિયા રેન્ક 74 આવ્યો, જ્યારે ગુજરાત રેન્ક ફર્સ્ટ આવ્યો છે. ક્લેટની એક્ઝામ પહેલા અંગ્રેજી, મેલ્સ સહિતના વિષયોમાં ત્રણથી ચાર કલાકની મહેનત કરી હતી. ભવિષ્યમાં હું લો ભણીને પોતાની ફર્મ શરૂ કરવા માગું છું.
(નીલ જૈન)
કોમન લો એડમિશન ટેસ્ટ(CLAT)ની તૈયારી કરાવતી ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા ઇંકોચિંગ (Ekoching) ગર્વ સાથે જણાવી રહી છે કે ‘ઈકોચિંગ’ના વિદ્યાર્થીએ CLAT-2025ની પ્રવેશ પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. ગુજરાતના ટોપ 10માં ઈકોચિંગના 5 વિદ્યાર્થીએ બાઝી મારી છે. આ સાથે સંસ્થાના 250થી વધુ વિદ્યાર્થીએ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે.
જેઈઈની જેમ હવે દેશની લૉ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે ક્લેટ માટે વિદ્યાર્થીઓમાં ક્રેઝનો વધારો નોંધાઈ રહ્યો છે. પ્રાઈવેટ સેક્ટર, કોર્પોરેટ સેક્ટરમાં લોના જાણકાર નિષ્ણાતોની આવશ્યકતા તેમ જ કોર્ટમાં એડવોકેટ-જજ બનવાની સંભાવનાને જોતા ક્લેટ આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. (રોહન ગર્ગ, કોચિંગ એક્સપર્ટ)
ગુજરાત બેઝડ એડ્યુટેક ‘ઇકોચિંગ એ ખુબ ઓછા સમયમાં કાયદાના ક્ષેત્રમાં પોતાના વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્થાન પર પહોંચતા કર્યા છે. ૩ વર્ષ પહેલા ઇકોચિંગની શરૂઆત કરી ત્યારથી ગુજરાતના ક્લેટ ટોપર આ સંસ્થામાંથી બહાર નીકળ્યા છે. ‘ઈકોચિંગ’ના ગુજરાતમાં હાલ પાંચ સેન્ટર છે. વસ્ત્રાપુર, નવરંગપુરા, સાઉથ બોપલ, ચાંદખેડા અને ગાંધીનગર. કોચિગના ક્ષેત્રમાં 10થી 20 વર્ષના અનુભવી મેન્ટર વિધાર્થીઓને ખાસ માર્ગદર્શન પુરું પાડે છે.
દેશમાં રહેલી 26 નેશનલ લો યુનિવર્સિટી (NLU)માં પ્રવેશ માટે કોમન લો એડમિશન ટેસ્ટ(CLAT)નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. હાલના સમયમાં હરિફાઈ એટલી વધી છે કે CLATની પ્રવેશ પ્રક્રિયામાં દેશભરમાંથી 70,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. એનએલયુમાં અભ્યાસ કરીને વિધાર્થીઓ દેશની ટોપ લો ફર્મ, કોર્પેરેટર લિગલ ડીપાર્ટમેન્ટ, કાયદાના ક્ષેત્રમાં કાર્ય કરી શકે છે. આ ઉપરાંત તેઓ લીગલ કન્સન્ટન્ટ, જર્નાલિઝમ અને પોલિસી મેકિંગમાં પણ યોગદાન આપી શકે છે. હાલના સમયમાં વિવિધ ક્ષેત્રમાં કાયદા નિષ્ણાંતોની માગ પણ વધી રહી છે.
CLATના મેન્ટર શ્રી રોહન ગર્ગ જણાવે છે કે, 2009માં માત્ર 8 હજાર વિદ્યાર્થીઓ ક્લેટની પ્રવેશ પરીક્ષા આપતા હતા આજે આ આંકડો 70 હજારને પાર કરી ગયો છે. હાલમાં એનએલયુમાં પ્રવેશ માટે કટ્ટર હરિફાઈ ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં અમારી સંસ્થા છેલ્લા 8 વર્ષથી ગુજરાતમાં ટોપર આપી રહી છે. ‘ઈકોચિંગ’માં દરેક વિદ્યાર્થીનું પર્સનલ મેન્ટરિંગ કરવામાં આવે છે. કાયદાનું ક્ષેત્ર હવે ખુબ વિશાળ બની ગયું છે. જેથી જાગૃતિ ફેલવાવની જરૂરી છે. આ ક્ષેત્રમાં ખુબ સારી તકો રહેલી છે. અમારી સંસ્થાની મદદથી જે વિદ્યાર્થીઓ CLAT પાસ કરીને એનએલયુમાં પાસ આઉટ થયા છે તેઓ ખુબ સારા સેલેરી પેકેજ પણ મેળવી રહ્યા છે.
ઇકોચિંગ વિશેઃ
‘ઇકોચિંગ’એ ગુજરાત સ્થિતિ CLAT કોચિંગ સંસ્થા છે. હાલમાં સંસ્થાના વસ્ત્રાપુર, નવરંગપુરા, સાઉથ બોપલ, યાંદખેડા અને ગાંધીનગરમાં કુલ પાંચ સેન્ટર ચાલી રહ્યા છે. ઈકોચિંગ મુખ્યત્વે ત્રણ બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. પહેલું પર્સનલ મેન્ટરિંગ એટલે કે દરેક વિધાર્થી પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે. બીજુ છે વિદ્યાર્થીઓની સાથે ટીચર પણ પરીક્ષા આપે છે અને ત્રીજા બાબત છે પરિણામ, ‘ઇકોચિંગ’ સંસ્થામાંથી જ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત ટોપ વિધાર્થીઓ નીકળી રહ્યા છે. ચાલુ વર્ષે ગુજરાતમાંથી 1500 વિદ્યાર્થીએ ક્લેટની પ્રવેશ પરીક્ષા આપી હતી પરંતુ ઈકોચિંગ’નો લક્ષ્યાંક છે કે આગામી વર્ષે આ આંકડો 2000 વિદ્યાર્થીઓ સુધી પહોંચે.
#bharatmirror #bharatmirror21 #news #clat2025 #ecoachingcentre #neiljain #nlu #nationallawuniversity #commonlawadmissiontest #gandhinagar #ahmedabad