એસોસિયેશન ફોર લર્નિંગ પ્રોફોર્મિંગ આર્ટસ એન્ડ નોર્મટીવ એક્શન, નવી દિલ્હી દ્વારા દિવ્યાંગજનો માટે આર્ટ એન્ડ ડાન્સની એબિલિટીને દર્શાવવાના હેતુસર આયોજિત ઈન્ટરનેશનલ ઈવેન્ટ સમભાવ- 2024 નુ આયોજન કરેલ, જેમાં દેશ-વિદેશના દિવયાંગ આર્ટીસ્ટો પોતાની કલા આર્ટ એન્ડ ડાન્સના માધ્યમથી રજૂ કરશે.
જે 30 નવેમ્બરના રોજ દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે સવારે 11 થી રાત્રે 9 દરમિયાન યોજાઈ. આ ઈન્ટરનેશનલ કાર્યક્રમમાં ભારત માં થી ગુજરાત, નાગાલેન્ડ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, કર્ણાટક, પંજાબ, મહારાષ્ટ્રરાજ્ય સહ બાંગ્લાદેશ, શ્રીલંકા, મલેશિયા ,ઓસ્ટ્રેલિયા, નેપાળ, ભુતાન, નાઈજેરિયા, મ્યાનમાર, ઇન્ડોનેશિયા, ઈરાન જેવા દેશો નાં અલગ અલગ કેટેગરીના દિવ્યાંગજનો એ ભાગ લીધો હતો.
જેમાં ગુજરાતમાંથી મનોદિવ્યાંગજનો ની કેટેગરી અંતર્ગત અમદાવાદ ની એકમાત્ર સંસ્થા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ, અમદાવાદ ની 5 મનોદિવ્યાંગ દીકરીઓ રાજસ્થાન અને ગુજરાતી મિક્સ લોકગીત પર ડાન્સ પરફોર્મન્સ આપેલ જે બદલ એમને સન્માનિત કરવા માં આવેલ. આ નૃત્યનો સમય 10 મિનિટનો હતો..
નૃત્ય ઉપરાંત સંસ્થાના 8 મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ નાં બનાવેલ આર્ટ પણ અહીં નાં આર્ટ એકઝીબીશન માં મુકાયા અને આ જ વિદ્યાર્થીઓએ બનાવેલ હેન્ડીક્રાફ્ટ ની વસ્તુઓ તોરણ, ટોડલા,ડેકોરેટીવ કવર,મીણબત્તી, બ્રેસલેટ, કિચન નો સ્ટોલ પણ મુકાયો.આ ડાન્સ અને કલાની ઇવેન્ટ માં સંસ્થા ની 5 મનોદિવ્યાંગ દીકરીઓ સહ સંસ્થાના સંચાલક નિલેશ પંચાલ તથા સ્પેશિયલ ટીચર સંગીતા પંચાલ ગયા હતા.