વિયેતનામ દેશના ખુણે ખુણામાં જે કંઇ કુદરતી ભેટ આવેલ છે તેના થકી જ દેશની ઉન્નતીનો વિકાસ માર્ગ અને મેપ તૈયાર થઇ રહ્યો છે
. વૃક્ષોની માવજત માટે પ્રશાસન તેમજ પબ્લીકની જાગૃતતા એ વિશ્વના ઘણા દેશો એ શીખવાની જરૂર છે, ફોટામાં જાેઇ શકાય છે
નીતા લીંબાચિયા, અમદાવાદ:
08 નવેમ્બર 2024:
વૃક્ષોની માવજત અને સંરક્ષણ માટે વૃક્ષની ફરતે લાંબુ (વાંસ) તેમજ લોખંડના ટેકા રાખવામાં આવેલા છે. આપણી હિન્દુ સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતા પ્રમાણે આપણી સૃષ્ટિ પૃથ્વી (ધરતી), પાણી, હવા, જગ્યા અને અગ્નિ તત્વથી બનેલું છે.
પૃથ્વીઃ હાડકાની મજબૂતાઈ અને બંધારણને ટેકો આપે છે. જ્યારે સંતુલિત હોય, ત્યારે તે ગ્રાઉન્ડનેસ અને સ્થિરતાની ભાવના લાવી શકે છે. જ્યારે અસંતુલન થાય છે, ત્યારે તે નબળા હાડકાં, વજનમાં વધઘટ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.
પાણીઃ કહેવામાં આવે છે કે જેે દેશમાં ચોખ્ખી હવા, પાણી અને ખોરાક મળી રહેતા હોય ત્યાંના લોકો આપો આપ સ્વસ્થ જીવન જીવતા હોય છે. દુનિયામાં જેરીતે આજે દુષણો વધતા રહ્યા છે એક દેશ બીજા દેશ સાથે જે રીતે યુદ્ધ કરતા આવ્યા છે અને કરી રહ્યા છે ત્યાંરે આપણી જ પૃથ્વી પર આવેલા એક કદમાં નાના પણ સુંદર દેશ વિયેતનામ વિશે કેટલીક બાબતોમાં ધ્યાન ચોક્કસ પણે દોરવાનો મોકો મળ્યો છે. મુક્તપણે વહે છે.
આગઃ તેના સંપર્કમાં આવતી કોઈપણ વસ્તુને બાળી નાખે છે.
હવાઃ ઓક્સિજન, શ્વાસ અને હળવાશનું પ્રતિનિધિત્વ કરે છે. તે સ્પષ્ટ સંચાર અને સ્વ-અભિવ્યક્તિ માટે એક માધ્યમ તરીકે કાર્ય કરે છે. જ્યારે અસંતુલન થાય છે, ત્યારે તે હાઈ બ્લડ પ્રેશર, નર્વસ ડિસઓર્ડર અથવા ડિપ્રેશન, ફેફસાંની વિકૃતિ અને સ્નાયુઓમાં દુખાવોમાં પ્રગટ થઈ શકે છે.
જગ્યાઃ એથર તરીકે પણ ઓળખાય છે.આ પાંચ તત્વો હિંદુ ધર્મમાં તમામ કોસ્મિક સર્જનનો આધાર છે. તેઓ ભારતીય પરંપરાગત દવા અને સંસ્કૃતિમાં પણ દાર્શનિક પાયા છે. આયુર્વેદ અને ભારતીય ફિલસૂફીમાં માનવ શરીર આ પાંચ તત્વોથી બનેલું છે.
રિયલ એસ્ટેટ ડિઝાઇનમાં પ્રકૃતિના પાંચ તત્વોને પણ ધ્યાનમાં લઈ શકાય છે. આ તત્વોને અવકાશમાં સામેલ કરવાથી સૌંદર્ય શાસ્ત્રમાં સુધારો થઈ શકે છે, સંવાદિતાનો વિકાસ થઈ શકે છે અને કુદરતી વિશ્વ સાથે જાેડાણને પ્રોત્સાહન મળે છે.
આપણી પૃથ્વીની જાળવણીમાં પંચ તત્વોને વધુ સુંદર રીતે પ્રકૃતિએ આપણને વૃક્ષ રૂપી ભેટ પણ આપેલી છે જેમાં વૃક્ષો આપણા માટે ઘણી રીતે ઉપયોગી છે, જેમાંં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ
આબોહવા પરિવર્તનઃ વૃક્ષો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે, જે આબોહવા પરિવર્તનમાં ફાળો આપતા ગ્રીનહાઉસ વાયુઓના નિર્માણને ધીમું કરવામાં મદદ કરે છે. હવાની ગુણવત્તાઃ વૃક્ષો હવામાંથી રજકણો દૂર કરે છે, જે ફેફસાં માટે જાેખમી બની શકે છે.પાણીની ગુણવત્તાઃ વૃક્ષો પાણીનો સંગ્રહ અને ફિલ્ટર કરે છે, તેને સ્વચ્છ અને વધુ વિશ્વસનીય બનાવે છે. માનસિક સ્વાસ્થ્યઃપ્રકૃતિમાં સમય વિતાવવાથી ચિંતા અને હતાશા ઓછી થઈ શકે છે.
ખોરાકઃ વૃક્ષો મનુષ્યો, પ્રાણીઓ અને છોડ માટે ખોરાક પૂરો પાડે છે.
આવાસઃ વૃક્ષો પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિની ઘણી પ્રજાતિઓ માટે રહેઠાણ પૂરા પાડે છે.
મકાન સામગ્રીઃ વૃક્ષો ઇમારતો, ફર્નિચર, સાધનો અને રમતગમતના સાધનો માટે સામગ્રી પ્રદાન કરે છે.
દવાઓઃ તમામ દવાઓના ૨૫%માં વૃક્ષો મુખ્ય ઘટકો છે. ઉદાહરણ તરીકે, એસ્પિરિન ઝાડની છાલમાંથી આવે છે.
ધોવાણ નિયંત્રણઃ વૃક્ષો માટીને સ્થાને રાખે છે અને ે ધોવાણ સામે લડે છે.
ભાવનાત્મક મૂલ્યઃ લોકો ઘણીવાર જીવન બદલાતી ઘટનાઓના જીવંત સ્મારક તરીકે વૃક્ષો વાવે છે. આ તો થઇ આપણી સૃષ્ટિ અને પૃથ્વીની વાત પણ તેમનું જતન કરવુ એ આપણાં જ હાથમાં છે. દુનિયાના ઘણા દેશો અત્યારે તરફ આગળ ળધી રહ્યા છે કેમકે તેનાથી પૃથ્વી કે આપણી હાલની સૃષ્ટિને ઓછામાં ઓછુ નુકશાન થાય પણ વિયેતનામ દેશના ખુણે ખુણામાં જે કંઇ કુદરતી ભેટ આવેલ છે તેના થકી જ દેશની ઉન્નતીનો વિકાસ માર્ગ અને મેપ તૈયાર થઇ રહ્યો છે. વૃક્ષોની માવજત માટે પ્રશાસન તેમજ પબ્લીકની જાગૃતતા એ વિશ્વના ઘણા દેશો એ શીખવાની જરૂર છે, ફોટામાં જાેઇ શકાય છે. તેમ વૃક્ષોની માવજત માટે વિયેતનામ ના ઘણા શહેરો જેમકે હો ચી મિન્હ શહેર, હુંઇ અન, તેનું કેપીટલ હનોઇ તેમજ મધ્યમાં આવેલું શહેર દાનાંગ, કોઇપણ શહેર લઇ લો ત્યાં વૃક્ષોની માવજત અને સંરક્ષણ માટે વૃક્ષની ફરતે લાંબુ (વાંસ) તેમજ લોખંડના ટેકા રાખવામાં આવેલા છે દાનાંગ શહેર એ વિયેતનામનું અતિ પ્રાચીન શહેર છે જે તેના યુનિસ્કો વર્લ્ડ હેરીટેજ સાઇટ, દરિયા કિનારાઓ અને ભૌૈગોલિક ઘાટીને કારણે ઘણી કુદરતી સંપત્તિ ધરાવતું શહેર છે. વિયેતનામ સરકાર દાનાંગ માં વધુને વધુ પર્યટકો આવે તેની માટે ખુબ સારા પ્રયત્નો કરી રહી છે.
જેનું એક ઉત્તમ ઉદાહરણ આ વૃક્ષોના ફોટાઓ પરથી લઇ શકાય છે. દુનિયા જેમ નાની થતી જાય છે તેમ હવે પર્યટકોને આકર્ષવા માટે વિયેતનામ માં દાનાંગ શહેરથી ભારતના મુખ્ય શહેરોની સાથે નોન સ્ટોપ ડાયરેક્ટ ફલાઇટની પણ સગવડતા વિયેતજેટ દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ મુંબઇ, દિલ્હી જેવા પ્રમુખ શહેરોનું દાનાંગ શહેર સાથે સિધુ જાેડાણ વિયેતજેટ દ્વારા પુરી પાડવામાં આવે છે આશરે ૫ થી ૫-૩૦ કલાકની આ એર કનેક્ટીવીટીમાં પર્યટકોને વેજ તેમજ નોન વેજની એમ અલગ અલગ ઘણી બધી સ્વાદીષ્ટ વાનગીઓ પીરસવામાં આવે છે. મારા અનુભવ થી અંતમાં એટલું જ કહીશ કે એક વાર ૮ થી ૧૦ દિવસની રજાઓનો સાચો આનંદ લેવો હોય તો વિયેતનામ જરૂરથી એક વાર જવું જ જાેઇએ
#bharatmirror #bharatmirror21 #news #vietnam #danang #Indiancuisine #vietjet #newdelhi #mumbai #kochi #hanoihochi #minh #danang #banarascentral #banaras #hanoi #banahills #hochiminh #tourism #ahmedabad#vietnam #danang #Indiancuisine #vietjet #vietnamcinema #vietnamesefilmindustry #balikavadhu #sasuralsimranka #hollywood #lovestory #familydrama #hindifilms #hinditvserials #bollywood #southcinema #regionallanguage #ahmedabad