આંખ મારી ઊઘડે ત્યાં સીતારામ દેખું,
ધન્ય મારું જીવન કૃપા એની લેખું…આંખ
રામ કૃષ્ણ રામ કૃષ્ણ રસના ઉચ્ચારે,
હરિનો આનંદ અંતરમાં આવે… આંખ
રામાયણ ગીતા મારી અંતર આંખો,
હિરએ દીધી છે મને ઊડવાની પાંખો… આંખ
રામના વિચારો મારે અઢળક નાણું,
ગાવું મારે નિશ દિન રામનું જ ગાણું… આંખ
પ્રભુના ભક્તો મારે સગા ને સંબંધી,
છૂટી ગ્રંથિ, તૂટી મારી માયાની બંધી… આંખ
શુદ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી,
સહુ સંતો આશિષ સદા દેજો એવી… આંખ
જેણે ૨ે શ્રીરામચરણરસ ચાખ્યો,
એણે રે સંસારને મિથ્યા કરી નાખ્યો… આંખ
એ રસ ધ્રુવ પહલાદે હૈ ચાખ્યો,
એ રસ અંબરષે હૃદિયામાં રાખ્યો… આંખ
આ રસને જાણે છે, શુકદેવ જોગી,
કંઈક જાણે છે પેલો નરસૈયો જોગી… આંખ
મારી ઊઘડે ત્યાં સીતારામ દેખું,
ધન્ય મારું જીવન કૃપા એની લેખું.
#bhajan #bharatmirror #bharatmirror21 #aankhmariughde #gujaratisahitya #news #gujarati #GujaratiCulture #world #gujaratipeople #gujaratinewyear #HappyNewYear #salmubarak