ભારતે અણમોલ રતન ખોયું, તો વરુણદેવની પણ આંખ ભીંજાણી.
બોપલના અવધ એલીગન્સમાં માતાજીની આરતી બાદ રતન તાતાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
જીએમડીસીના ગરબા એક દિવસ બંધ રાખવામાં આવ્યા ફ્લેટ-સોસાયટીઓમાં પણ શ્રદ્ધાંજલિ અપાઈ
નીતા લીંબાચિયા, અમદાવાદ.
11 સપ્ટેમ્બર 2024:
રતન તાતાના મૃત્યુના પગલે રાજ્ય સરકાર દ્વારા શ્રદ્ધાજલિ રૂપે રાજ્ય શોક મનાવ્યો છે. જેના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજેલી વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2024 ગુરુવારે બંધ રાખવામાં આવ્યો હતો.
દેશના જાણીતા ઉદ્યોગપતિના નિધન પર રાજ્ય સરકારે એક દિવસનો શોક જાહેર કર્યો છે. આ ઉપરાંત નવરાત્રિના ગરબા દરમિયાન અનેક સોસાયટીઓ, પાર્ટી-પ્લોટ અને ગરબાના સ્થળો પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બોપલમાં આવેલ અવધ એલીગન્સમાં માતાજીની આરતી બાદ રતન તાતાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આવી અને
સોસાયટીઓ અને પાર્ટી પ્લોટોમાં પણ બે મિનિટ મૌન પાળી શોક વ્યક્ત કરી ને પ્રાર્થના કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય રતન તાતાના નિધન અંર્ગે રાજ્ય સરકારે રાજ્યભરમાં એક દિવસના શોકની જાહેરાત કરી છે.
તાતા ગ્રૂપના સંસ્થાપક જમશેદજી તાતા વિશ્વભરના પરોપકારી લોકોની યાદીમાં ટોચ પર છે. વિશ્વના મોટા ઉદ્યોગપતિ બિલ ગેટ્સ, વોરેન બફે પણ તેમની નજીક નથી. 2021માં એડેલિગવ હુરુન ફિલાન્થ્રોપિસ્ટે ગત સદીની પરોપકારી પ્રતિભાઓની યાદી જારી કરી હતી. તેમાં છેલ્લાં 100 વર્ષમાં વિશ્વભરમાં પરોપકાર માટે સૌથી વધુ દાન આપનારા લોકોને સામેલ કરાયા હતા. યાદીમાં જમશેદજી તાતા ટોચ પર હતા. યાદી અનુસાર જમશેદજી તાતાએ તાતા ટ્રસ્ટ મારફતે વર્ષ 1892થી રૂ.8.29 લાખ કરોડનું દાન કર્યું હતું. આ વારસો રતન તાતા સંભાળી રહ્યા છે.
આવા ભારતના અણમોલ રતન તાતાએ ભારતની પાવન ધરતી ઉપરથી વિદાય લીધી એ કુદરતને પણ મંજૂર નથી તેથીતો આ અણમોલ રતન માટે વરુણદેવની પણ આંખ ભીંજાણી. તેમની પાછળ બે દિવસ થી ધીમી દ્વારે વરસાદ પણ રતનજી ને સલામી આપી રહ્યો છે.