મેરૂ તો ડગે પણ જેના મન ના ડગે પાનબાઈ,
મરણે ભાંગી પડે બ્રહ્માંડ
વિપતી પડે તો એ વણસે નહિને
સોહિ હરિજનના પ્રમાણ… ટેક.
ચિતની વૃતિ રે જેની સહારે મળીને,
કરે નહિ કોઈની રે આશ
દાન દેવે પણ રે છે અજાણીને,
રાખે વચનમાં વિશ્વાસ
હરખ શોકની જેને આવે નહિ હેડકીને,
આઠે પહોર રહે આનંદ
નિત્ય તો રહે સત સંગમા રે,
તોડે માયા કેરા ફંદ
તન, મન, ધન જેણે ગુરૂને અર્ષ્યા ને,
એનું નામ નિજારી નર ને નાર
એકાંતે બેસીને અલખ આરાધે તો,
અલખ પધારે એને દ્વાર
સંગતુ કરો તો એવા સંતને રે કરજો ને
ભજનમાં રેજો રે ભરપૂર
ગંગાસતી એમ બોલીયા પાનબાઈ,
જેના નૈણમાં વરસે જ નૂર
મેરૂતો ડગે જેના મન ના ડગે પાનબાઈ…
#bharatmirror #bharatmirror21 #bhajan #gujarati