નીતા લીંબાચિયા, અમદાવાદ.
16 ઓક્ટોમ્બર 2024:
GCCI દ્વારા મીડિયા એડિટર અને મીડિયા કર્મચારીઓ માટે તા.15 ઓક્ટોમ્બર 2024ના રોજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે યોજાયેલા ગેટ ટુ ગેધર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મીડિયા મિત્રોએ હાજરી આપી હતી.

તેમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (gcci) માંથી શ્રી સંદિપભાઈ એન્જિનિયર, શ્રી અજયભાઈ પટેલ, શ્રી સુધાંશુભાઈ મહેતા અને સાથે શ્રી જીગીશભાઈ શાહ હાજર રહ્યા હતાં.
પ્રથમ ઔપચારિક મીટીંગ દ્વારા નવા મિત્રોનો પરિચય કરીને આવનાર દીપાવલીની એક બીજાને શુભેચ્છાઓ આપી મીડિયા અને GCCI ના સદસ્યોએ સાથે બેસીને ભોજન ગ્રહણ કર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #gcci #pre-diwalicelebrations #ahmedabad
