નીતા લીંબાચિયા, અમદાવાદ.
02 ઓક્ટોમ્બર 2024:
GCCI દ્વારા CBI, ACB, ગાંધીનગર સાથે સંયુક્ત રીતે ભ્રષ્ટાચાર વિરોધી પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ લાવવા માટે તારીખ 1 ઓક્ટોબર,2024 ના રોજ એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું આયોજન GCCI ફૂડ એન્ડ ડેરી કમિટી, મહાજન સંકલન ટાસ્કફોર્સ, MSME કમિટી અને યુથ કમિટી દ્વારા સંયુક્ત રીતેકરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી સી. કલાઈચેલવન, આઈપીએસ, સીબીઆઈ, એસીબી, ગાંધીનગરના હેડ તેમજ અતિથિવિશેષ તરીકે શ્રીગણેશ શંકર, ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, શ્રી રામ પ્રસાદ, ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ તેમજ શ્રી નીરજ મલિક પોલીસઈન્સ્પેક્ટર, સીબીઆઈ, એસીબી, ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા.મહેમાનો અને સહભાગીઓનું સ્વાગત કરતા GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે CBI, ACB, ગાંધીનગરને આ પ્રકારના નાગરિકોમાંજાગૃતિ ઉભી કરવા માટેના કાર્યક્રમના આયોજન માટે અભિનંદન આપ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે દરેક નાગરિક માટે તે જાણવું જરૂરી છે કેભ્રષ્ટાચાર અંગે પરિસ્થિતિ ઉભી થતા કોનો સંપર્ક કરવો. તેમણે ભ્રષ્ટાચાર સામે લડવા અને ન્યાયી સમાજના નિર્માણ માટે પ્રયત્નો કરવાનાગરિકો તેમજ સરકારની સંયુક્ત જવાબદારી ગણાવી હતી.આ પ્રસંગે બોલતા શ્રી સી.કલાઈચેવલને, હેડ, સીબીઆઈ, એસીબી, ગાંધીનગરે સીબીઆઈ એસીબીની રચના, તેની વિવિધ શાખાઓ અનેતેના કાર્યક્ષેત્રનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે પારદર્શક સિસ્ટમ પ્રાથમિકજરૂરિયાત છે. તેમણે સહભાગીઓને ખાતરી આપી હતી કે માહિતી ગુપ્ત રાખવામાં આવે છે અને તેથી લોકોએ તેમના નામ જાહેર થવાનીચિંતા કરવાની જરૂર નથી.શ્રી ગણેશ શંકર, Dy. પોલીસ અધિક્ષકે તેમના વક્તવ્યમાં સીબીઆઈની કામગીરી સમજાવતા જણાવ્યું હતું કે સીબીઆઈ હંમેશા નાગરિકોનીસાથે છે અને જાગૃતિ લાવવા તેમની પ્રાથમિકતા છે. તેમણે વિવિધ કામગીરીનો પરિચય પણ આપ્યો હતો. તેમણે ટિપ્પણી કરી હતી કેભ્રષ્ટાચાર અંગે ઝીરો ટોલરન્સ છે.
શ્રી રામ પ્રસાદ, Dy. પોલીસ અધિક્ષકે સહભાગીઓને સરકારી અધિકારીઓની ગેરકાનૂની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી અનેસહભાગીઓને વિનંતી કરી કે તેઓ સીબીઆઈને તેની જાણ કરે જેથી જરૂરી પગલાં લઈ શકાય. તેમણે ટિપ્પણી કરી હતી કે સીબીઆઈ નામુખ્ય કેસ કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ તેમજ જાહેર ક્ષેત્રના એકમો અને જાહેર ક્ષેત્રની બેંકો પરત્વે હોય છે.શ્રી નીરજ મલિક પોલીસ ઇન્સ્પેક્ટરે ફરિયાદીને વ્હિસલ બ્લોઅર પ્રોટેક્શન એક્ટ, 2014 હેઠળ રક્ષણની માહિતી વિશે વાત કરી હતી. તેમણેઉલ્લેખ કર્યો હતો કે લાંચ આપનાર અને લાંચ લેનાર બંને આરોપી છે.
#bharatmirror #bharatmirror21 #news #gcci #acb #cbi #anti-corruption #publicawarenessprogramme #ahmedabad