@ ભારતમાં તેની દીર્ઘ સ્થાયી હાજરી અને ઈનોવેશન ક્ષમતાઓ વિસ્તારી
@ રોકાણ જીએલપી-1 અને એમિલિન રિસેપ્ટર એગોનિસ્ટ્સ સહિત સ્થૂળતા અને ઉપાપચય રોગો માટે બ્રાન્ડેડ દવાઓની ભાવિ પેઢીના વિકાસ અને પુરવઠાને ટેકો આપશે.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
11 સપ્ટેમ્બર 2024:
એમનીલ ફાર્માસ્યુટિકલ્સ ઈન્ક. (Nasdaq: AMRX) (“એમનીલ” અથવા કંપની”), યુએસમાં સ્થિત વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપની છે, જેણે આજે ભારતમાં કંપનીની દીર્ઘ સ્થાયી હાજરી અને ઈનોવેશન ક્ષમતાઓ વિસ્તારતાં અમદાવાદમાં બે નવાં અત્યાધુનિક એકમો નિર્માણ કરવાની ઘોષણા કરી હતી.
ચિરાગ અને ચિંટુ પટેલ દ્વારા ન્યૂ જર્સીમાં 2002માં સ્થાપિત એમનીલ વૈશ્વિક, ડાઈવર્સિફાઈડ ફાર્માસ્યુટિકલ કંપની છે, જે યુએસ, ભારત અને આયરલેન્ડમાં ઉત્પાદન કરે છે. કંપની 2008થી ભારતમાં સ્થાપિત છે અને તેની કામગીરીની વિસ્તારી છે. દહેજ, હૈદરાબાજ વાયઝેગમાં વધારાની સાઈટ્સ અને મુંબઈમાં કમર્શિયલ સાઈટ્સ સાથે અમદાવાદમાં પાંચ સહિત તે આઠ ઉત્પાદન સાઈટ્સ ધરાવે છે. કંપની ઉદ્યોગનો #1 ક્વોલિટી ટ્રેક રેકોર્ડ ધરાવે છે અને રિટેઈલ, ઈન્જેક્ટેબલ્સ, બાયોસિમિલર્સ અને સ્પેશિયાલ્ટીમાં 280થી વધુ કમર્શિયલ પ્રોડક્ટોનો ડાઈવર્સ અને કોમ્પ્લેક્સ પોર્ટફોલિયો ધરાવે છે, જે સર્વને તેના અવ્વલ વૈશ્વિક આરએન્ડડી અને ઉત્પાદન ક્ષમતાઓનો ટેકો છે.
ભારતમાં તેના નવીનતમ વિસ્તરણમાં એમનીલ પેપ્ટાઈડ સિન્થેસિસ માટે એક અને આધુનિક સ્ટેરાઈલ ફિલ- ફિનિશ ઉત્પાદન માટે એક એમ બે નવાં ગ્રીનફિલ્ડ એકમો નિર્માણ કરવા આગામી ચારથી પાંચ વર્ષમાં 150 મિલિયન યુએસ ડોલરથી 200 મિલિયન યુએસ ડોલર વચ્ચે કુલ ચોખ્ખું રોકાણ કરશે. એમનીલના મોજૂદ ઉત્પાદન નેટવર્ક સાથે એકત્રિત કંપની મેટસેરા સાથે સહયોગમાં જીએલપી- 1 અને એમિલિન રિસેપ્ટર એગોનિસ્ટ્સ સહિત ઉપાપચય રોગો અને સ્થૂળતા માટે ભાવિ પેઢીની બ્રાન્ડેડ દવાઓનો પોર્ટફોલિયો વિકસાવશે અને પુરવઠો કરશે.
“અમારી સ્થાપનાના બે દાયકા પછી એમનીલ દુનિયાની સૌથી ઈનોવેટિવ અને ભરોસાપાત્ર ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી એક તરીકે વૃદ્ધિ પામી છે, જે મહત્ત્વપૂર્ણ ઔષધિઓ વિકસાવે, ઉત્પાદન અને પુરવઠો કરે છે. અમે ભારત અને વૈશ્વિક સ્તરે અમારી વિશ્વ કક્ષાની આરએન્ડડી ક્ષમતાઓ, ઉત્પાદન ક્ષમતા અને કમર્શિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે વર્ષોનાં વહાણાં વીતવા સાથે અર્થપૂર્ણ વ્યૂહાત્મક રોકાણો કર્યાં છે. આ નવાં એકમો સાથે અમને ભારતમાં ઉચ્ચ સ્તરે ઈનોવેટિવ, બ્રાન્ડેડ દવાઓ વિકસાવવા અને ઉત્પાદન કરવા માટે આગેવાન રહેવાનું ગૌરવજનક લાગે છે, જ્યાંથી સ્થાનિક બજાર અને બાકી દુનિયામાં પુરવઠો કરાશે,” એમ સહ-સંસ્થાપકો અને કો- ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ ચિરાગ અને ચિંટુ પટેલે જણાવ્યું હતું.
ભારતમાં એમનીલની કામગીરી વિશે મુખ્ય રૂપરેખાઃ
એમનીલે છેલ્લાં 10 વર્ષમાં અમદાવાદમાં બે નવાં એકમો માટે 150 મિલિયનથી 200 મિલિયન યુએસ ડોલરનું અને ભારતમાં આશરે 600 મિલિયન યુએસ ડોલરનું રોકાણ કર્યું છે. એમનીલનાં ભારતમાં આઠ મોજૂદ ઉત્પાદન એકમોમાં ચાર ઈન્જેક્ટેબલ્સ માટે સમર્પિત છે, બે સક્રિય ફાર્માસ્યુટિકલ સામગ્રીઓ માટે સમર્પિત છે અને બે ઓરલ સોલિડ ડોસેજ પ્રોડક્ટો માટે સમર્પિત છે. આ એકમો ભરપૂર ક્ષમતા ધરાવે છે, જે વાર્ષિક એકત્રિત રીતે આશરે 60 મિલિયન યુનિટ્સ ઈન્જેક્ટેબલ્સ અને 8.5 અબજ ટેબ્લેટ્સ ઉત્પાદન કરે છે. બારતમાં આજ સુધી 600 મિલિયન યુએસ ડોલરનું રોકાણ મૂડીરોકાણો, હસ્તાંતરણ તથા સંશોધન અને વિકાસ સંબંધી રોકાણો દર્શાવે છે.
એમનીલ ભારતમાં 5500થી વધુ પ્રતિભાશાળી ટીમો ધરાવે છે, જે સંશોધન અને વિકાસ, નિયામક, ઉત્પાદન અને સપ્લાય ચેઈન સહિતની મુખ્ય કામગીરીઓ માટે સમર્પિત છે. કંપનીનાં નવાં એકમો અને રોકાણો વધારાની આધુનિક ઉત્પાદન અને આરએન્ડડી નોકરીઓ ઊભી કરશે. એમનીલ જે પણ કરે તેમાં લોકોને હાર્દમાં રાખે છે અને ટીમના સભ્યોને પરિવાર માને છે. એમનીલની સંસ્કૃતિ તેમની કારકિર્દીનું ઉત્તમ કામ કરવા અને કંપનીના જીવનચક્રના દરેક તબક્કામાં લોકોને આધાર છે એવું મહેસૂસ થાય તેની ખાતરી રાખવા ભારત અને દુનિયાભરમાં ટીમના સભ્યોને સશક્ત બનાવવા પર નિર્મિત છે.
એમનીલ ભારતમાં નાવીન્યપૂર્ણ ઔષધિઓ પૂરી પાડવા માટે ઊંડાણથી કટિબદ્ધ છે. છેલ્લાં બે વર્ષમાં એમનીલે હોસ્પિટલ ક્રિટિકલ કેર, ન્યુરોલોજી અને દુર્લભ રોગો સહિત ઓપ્થેલ્મોલોજી, ડાયગ્નોસ્ટિક્સ અને સ્પેશિયાલ્ટી તથા ઓન્કોલોજી પ્રોડક્ટો સહિત ભારતમાં તેના ફાર્માસ્યુટિકલ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું છે. મેટસેરા સાથે સહયોગમાં કંપની ભારતીય દર્દીઓ માટે ઉપાપચય રોગો અને સ્થૂળતા માટે નવી પ્રોડક્ટો રજૂ કરવાની યોજના ધરાવે છે. એમનીલે ભારતીય બજાર માટે કસ્ટમાઈઝ્ડ ઈનોવેટિવ પોર્ટફોલિયો વિકસાવ્યો છે.
એમનીલના મેટસેરા સાથે વ્યૂહાત્મક જોડાણ સંબંધમાં વધારાની માહિતી here. ઉપલબ્ધ છે.
#bharatmirror #bharatmirror21 #news #amnil #amylinreceptoragonists #amnilpharmaceuticalsInc. #newjersey #diversifiedpharmaceuticalcompany #ahmedabad