GCCI દ્વારા તારીખ 10 સપ્ટેમ્બર, 2024 ના રોજ ” રીસ્ક -રિવોર્ડ બેલેન્સ ઈન ઇનોવેશન” વિષય પર એક સત્રનું આયોજન થયું હતું. આ પ્રસંગે ડૉ. જી.એન. પટેલ, યુએસ સાયન્ટિસ્ટ અને એડિસન પેટન્ટ પુરસ્કાર વિજેતા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
11 સપ્ટેમ્બર 2024:
GCCI પ્રમુખ શ્રી સંદીપ એન્જીનીઅરે સહભાગીઓને આવકારતા જણાવ્યું હતું કે રીસ્ક તેમજ રિવોર્ડ એક જ સિક્કાની બે બાજુઓ જેવા છે. જો કે, નવીનતા હાથ ધરતી વખતે “રીસ્ક અને રિવોર્ડ” સંતુલન શોધવા માટે દ્રષ્ટિ, સમજણ અને પરિપક્વતા હોવી અત્યંત જરૂરી છે. તેમણે મુખ્ય વક્તા તરીકે ડૉ. જી.એન. પટેલનું સ્વાગત કર્યું હતું અને ઉમેર્યું હતું કે તેઓના જ્ઞાન અને અનુભવ થકી તેઓ આ વિષય પર સુંદર માર્ગદર્શન પૂરું પાડશે તેમજ રીસ્ક અને રિવોર્ડ સંતુલન શોધવા માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા વિશે સમજણ પૂરી પાડશે.
તેમણે ટિપ્પણી કરી હતી કે માનવ ઇતિહાસ સતત ઇનોવેશન ની ગાથા બની રહેલ છે. આપણી વ્હીલ્સ, એર ક્રાફ્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે થકી યાત્રા ઇનોવેશન નું પ્રતીક છે. ઇનોવેશન એ જીવનનો માર્ગ છે પરંતુ તે પરત્વે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જરૂરી છે. પ્રમુખ,શ્રી સંદીપ એન્જીનીયરે, આવા માહિતીસભર કાર્યક્રમ શ્રી સચિન પટેલ, એક્ઝેક્યુટીવ કમિટી મેમ્બર, GCCI નો આભાર માન્યો હતો.
શ્રી સચિન પટેલ, એક્ઝેક્યુટીવ કમિટી મેમ્બર, GCCIએ ડો.જી.એન. પટેલ નો ટૂંકમાં પરિચય આપ્યો હતો.
ડો.જી.એન. પટેલ, પ્રખ્યાત રિસર્ચ સાયન્ટિસ્ટ, રાષ્ટ્રીય વિકાસ માટે ઇનવેંશન અને ઇનોવેશનના નિર્ણાયક મહત્વ પર ભાર મૂકતા, ઇનોવેશન અને સંશોધન પર એક રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું . તેમણે જણાવ્યું હતું કે ઇનોવેશન માટે ઉર્જા, સમય અને નાણાકીય રોકાણ સહિતના નોંધપાત્ર સંસાધનોની જરૂર છે અને કંપનીઓએ સફળતા અને નફાકારકતા હાંસલ કરવા માટે કેવી રીતે ઇનોવેશનનો ઉપયોગ કર્યો છે તેના વિવિધ ઉદાહરણો શેર કર્યા હતા.
તેમના અંગત અનુભવોમાંથી દોરતા, તેમણે પોતાની સફળતાઓ અને નિષ્ફળતાઓની સફરની ચર્ચા કરી, ઇનોવેશનની દુનિયામાં જે પડકારોનો સામનો કરવો પડ્યો છે તેની માહિતી આપી હતી. તેમણે ઇનોવેશનની સુરક્ષામાં પેટન્ટના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો, તેમની મર્યાદિત શેલ્ફ લાઇફ માટે સતત ઇનોવેશનની જરૂરિયાત વિષે પણ જણાવ્યું હતું. ભારતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટને આગળ વધારવા માટે ઇનોવેશનમાં નિવેશમાં નોંધપાત્ર વધારો કરવાની જરૂર છે તેવું જણાવ્યું હતું.
શ્રી તેજસ મહેતા, ચેરમેન, MSME કમિટીએ આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું.