@ પ્રાદેશિક જોડાણ મજબૂત બનાવવા માટે વ્યૂહાત્મક વિસ્તરણની ઘોષણા
@ ટોટો ઈન્ડિયા દ્વારા 40 નવી ચેનલ પાર્ટનરોનો ઉમેરી કરીને 2024માં તેનું વિતરણ નેટવર્ક વિસ્તારવાની યોજના
નીતા લીંબાચિયા, અમદાવાદ.
21 ઓગસ્ટ 2024:
ઉત્કૃષ્ટતાના એક દાયકાની ઉજવણીના ભાગરૂપ ટોટો ઈન્ડિયા દ્વારા ગુજરાતના હાલોલમાં તેના અત્યાધુનિક ઉત્પાદન એકમની 10મી એનિવર્સરી ગૌરવભેર મનાવવામાં આવી હતી. ઓગસ્ટ 2014માં આરંભથી એકમ ભારતીય બજાર માટે ટોટોના ધ્યેયનો પાયો છે, જે તેની કટિબદ્ધતા, નાવીન્યતા, ગુણવત્તા અને સક્ષમતા આલેખિત કરે છે.
ટોટો ઈન્ડિયાનું હાલોલ એકમ જાપાની ગુણવત્તાનાં ધોરણોનું પાલન કરતાં ઉત્પાદોનું ઉત્પાદન કરે છે અને ઉચ્ચ ગુણવત્તાનાં ઉત્પાદન ધોરણો જાળવવા સાથે 2014થી 400 ટકાથી વધુ આઉટપુટ સાથે કંપનીની વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપે છે. લગભગ 1200 કર્મચારીઓને રોજગાર આપ્યો છે, જેમાં સ્થાનિક સમુદાયમાંથી 80 ટકા છે, જે સાથે એકમ પ્રાદેશિક વિકાસ અને રોજગાર પ્રત્યે બ્રાન્ડની કટિબદ્ધતા દર્શાવે છે.
“ભારત ટોટો માટે વ્યૂહાત્મક બજાર છે અને અમને તેની ભરપૂર વૃદ્ધિની સંભાવના વિશે ખુશી છે,” એમ ટોટો ઈન્ડિયા ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી શિયાઝાવા કાઝુયુકીએ જણાવ્યું હતું કે, “વધતા શહેરીકરણ, વધતી ખર્ચક્ષમ આવકો અને હાઈજીન તથા વેલનેસ પ્રત્યે વધતી જાગૃતિ પ્રીમિયમ બાથરૂમ સમાધાન માટે માગણી પ્રેરિત કરે છે. અમારું લક્ષ્ય અમારું ડીલર નેટવર્ક વિસ્તારીને ટિયર-2 અને ટિયર 3 શહેરોમાં અમારી પકડ મજબૂત બનાવવાનું છે અને વિવિધ ગ્રાહક અગ્રતાઓને પહોંચી વળવા માટે પ્રોડક્ટોની વ્યાપક શ્રેણી રજૂ કરવાનું છે.” આ ઈવેન્ટમાં પ્રોડક્ટ નાવીન્યતા અને વૃદ્ધિની ગતિ દર્શાવવામાં આવી હતી, જે ભારતીય બજાર પ્રત્યે અને સ્થાનિક અર્થવ્યવસ્થા સાથે તેના કામ પ્રત્યે કંપનીની સમર્પિતતા આલેખિત કરે છે.
ટોટો ઈન્ડિયા તેની પ્રાદેશિક હાજરી વધારવાની અને તેના ઓથોરાઈઝ્ડ ચેનલ પાર્ટનર (એસીપી) અને ઓથોરાઈઝ્ડ ચેનલ ડીલર (એસીડી) પ્રોગ્રામ થકી તેનું ડીલરશિપ નેટવર્ક મજબૂત બનાવવા માગે છે. આ વ્યૂહરચનાનું લક્ષ્ય બ્રાન્ડની ભારતમાં પહોંચ વધારીને રાષ્ટ્રવ્યાપી તેની ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટોની ઉત્તમ પહોંચક્ષમતા અને ઉપલબ્ધતાની ખાતરી રાખવાનું છે. બજારમાં ખાસ કરીને ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં પહોંચ વધારીને ટોટો તેના નાવીન્યપૂર્ણ અને સક્ષમ સેનિટરી વેર સોલ્યુશન્સ વ્યાપક દર્શકો માટે લાવવા માગે છે.
પ્રોડક્ટોની નવી શ્રેણી રજૂ કરવાની યોજના સાથે ટોટોનું લક્ષ્ય ભારતીય ગ્રાહકોની ગતિશીલ જરૂરતોને પહોંચી વળવાનું અને તેની બજારમાં હાજરી મજબૂત બનાવવાનું છે. ઉપરાંત બ્રાન્ડ ભારતીય ગ્રાહકોની વધતી રુચિને પહોંચી વળવા માટે ટોઈલેટ્સ, બસિન્સ, ફોસેટ્સ, શાવર્સનું નવું કલેકશન રજૂ કરવા માટે સુસજ્જ છે. તેની ઉત્પાદન શક્તિ, નાવીન્યપૂર્ણ પ્રોડક્ટ પોર્ટફોલિયો જોડીને અને ડીલર નેટવર્ક વિસ્તારીને ટોટો ભારતમાં પ્રીમિયમ બાથરૂમ સોલ્યુશન્સ માટે અગ્રતાની પસંદગી બનવાનું લક્ષ્ય ધરાવે છે.
ટોટો ઈન્ડિયા વિશેઃ
ટોટો ઈન્ડિયા ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. ટોટો ગ્લોબલ ગ્રુપની ગ્રુપ કંપનીમાંથી એક છે. ટોટો ઈન્ડિયાની કોર્પોરેટ ઓફિસ મુંબઈમાં સ્થિત છે અને તેના હાલોલ, ગુજરાતના પ્લાન્ટે ભારતમાં 10 વર્ષ પૂર્ણ કર્યાં છે.
ટોટોનું વેપાર નેટવર્ક ભારતભરમાં ફેલાયેલું છે અને મનોહર ડિઝાઈન તથા ઉત્કૃષ્ટ કાર્યશીલતાની લાક્ષણિકતાઓ દ્વારા ટોઈલેટ્સ, ફોસેટ્સ, બાથટબ્સ અને શાવર્સ જેવા વિશ્વ કક્ષાના સેનિટરી વેર સોલ્યુશન્સ પૂરા પાડવા કટિબદ્ધ છે.
ટોટો સેનિટરી વેર ઉદ્યોગમાં વૈશ્વિક નામાંકિત આગેવાન છે, જે તેની નાવીન્યતા અને ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટો માટે ઓળખાય છે. ટોટોએ વોશલેટ જેવી આધુનિક ટેકનોલોજીઓ સાથે બાથરૂમોમાં ક્રાંતિ લાવી દીધી છે, જે અખંડ ટોઈલેટ અને બિડેટ સિસ્ટમ ઉત્તમ હાઈજીન અને કમ્ફર્ટ પ્રદાન કરે છે. કંપનીની સક્ષમતા પ્રત્યે કટિબદ્ધતા તેમની ઈકો-ફ્રેન્ડ્લી ડિઝાઈનો અને પાણીની બચત કરતી વિશિષ્ટતાઓ સાથે સિદ્ધ છે. સંશોધન અને વિકાસ પર મજબૂત ભાર સાથે ટોટોએ ઉદ્યોગનાં ધોરણો સ્થાપિત કરવાનું અને વૈશ્વિક સ્તરે બાથરૂમનો અનુભવ બહેતર બનાવવાનું ચાલુ રાખ્યું છે.
વેબસાઈટ: https://in.toto.com/
ટોટો વિશે
ટોટો ગ્રુપ જાપાનના કિતાક્યુશુમાં ટોટો લિ.ની સ્થાપના સાથે 1917માં સ્થાપવામાં આવ્યું હતું. ટોટો વાર્ષિક વેચાણમાં (એપ્રિલ 2023થી માર્ચ 2024) 701 અબજ જાપાની યેન સાથે દુનિયામાં સૌથી વિશાળ બાથરૂમ ફિક્સ્ચર્સ અને ફિટિંગ્સ ઉત્પાદક છે. 100થી વધુ વર્ષથી ટોટો લક્ઝરી બાથરૂમ અનુભવ બહેતર બનાવતી પ્રોડક્ટો સાથે નાવીન્યતા, ટેકનોલોજી, કામગીરી અને ડિઝાઈનમાં માન્યતાપ્રાપ્ત આગેવાન છે. આજે કંપની 17 દેશમાં 35,027 કર્મચારીઓને જાળવે છે અને દુનિયાભરમાં ઉત્પાદન એકમો ધરાવે છે. તેની કોર્પોરેટ ફિલિસોફી દ્વારા માર્ગદર્શન સાથે ટોટો ગ્લોબલ ગ્રુપ સમાજની બહેતરીમાં યોગદાન આપતી વૈશ્વિક લોકોની ભરોસાપાત્ર ઉત્તમ કંપની નિર્માણ કરવા પર ભાર આપે છે. આરામ, સૌંદર્ય અને પરફોર્મન્સ માટે લોકોની જરૂરતોને પહોંચી વળવા સાથે એન્જિનિયરિંગ પ્રોડક્ટો પ્રત્યે સમર્પિત ટોટો સાર્વત્રિક ડિઝાઈન, આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીને સમર્પિત સંશોધન અને વિકાસ કેન્દ્ર જાળવી રાખવતી એકમાત્ર પ્લમ્બિંગ ઉત્પાદક છે.
કંપનીએ બાથના અવકાશમાં ઉદ્યોગનાં ધોરણો નવી ઊંચાઈએ લઈ જવાનું અને ગ્રાહકોની અપેક્ષાઓને પાર કરવાનું ચાલુ રાખ્યું છે, કારણ કે ટોટો માને છે કે લોકોનું મૂલ્ય અને સરાહના ઉચ્ચ ગુણવત્તાના બાથરૂમ અનુભવ અને રોજબરોજની લક્ઝરીનું મૂલ્ય છે.
#bharatmirror #bharatmirror21 #news #toto #totoindiaindustries pvt.ltd #totroindia #india #japan #halol #ahmedabad