નીતા લીંબાચિયા, અમદાવાદ.
06 ઓગસ્ટ 2024:
જેમાં સંસ્થાના ચેરમેન એન.કે.પટેલ, પ્રેસિડેન્ટ સુરેશભાઈ પટેલ તેમજ સીનીયર વાઇસ પ્રેસિડેન્ટ યોગેશભાઈ ભાવસાર સાહેબના ઉદ્દબોધન હેઠળ આયોજિત ‘રીઅલ એસ્ટેટ એન્ડ બજેટ” વિષય ઉપર અલગ અલગ આમંત્રિત તજજ્ઞો દ્વારા રીયલ એસ્ટેટ ક્ષેત્ર પર બજેટ ની અસર એ વિષય પર ગહન જાણકારી આપેલ છે.
આ સેમિનારમાં જાણીતા એવા ત્રણ સ્પીકર એ અલગ અલગ ત્રણ વિષય ઉપર બજેટની રીઅલ એસ્ટેટ પર અસરો ની માહિતી આપી, જાણીતા તજજ્ઞો શ્રી ધીનલભાઈ શાહ સીએ જેઓએ ડાયરેક્ટ ટેક્ષ વિષે.. શ્રી જીગરભાઈ શાહ એડવોકેટે ઇનડાયરેક્ટ ટેક્ષ તેમજ શ્રી ડૉ.વી.વી.પટેલ સીએ કોર્પોરેટ સ્ટ્રક્ચર ઇન રીઅલ એસ્ટેટ જેવા અલગ અલગ વિષયો પર બજેટલક્ષી માહિતી આપી અને તેમની સીધી અસર બાંધકામ ક્ષેત્ર માં કઈ રીતે થાય છે તેમની વિસ્તૃત જાણકારી આપી.
આ સેમિનારમાં રીઅલ એસ્ટેટમાં પ્રોપર્ટી ડિજિટલાઇઝેશન, પ્રોપર્ટી ઇન્ડેક્સિંગ, ટીડીઆર એફએસઆઇ પર જીએસટી, જંત્રી માં મોટા ફેરફારો ની અટકળો, ઇન્કમટેક્સ સર્ચ માં કબૂલવા પર ટેક્સ ની અસરો, કાયદા માં અધિકારીઓ ને મળેલા વધુ અધિકારો, દસ વર્ષ ના બદલે છ વર્ષ ના બ્લોક પીરિયડ ની જોગવાઇ, મોટા કોર્પોરેટ રિયલ એસ્ટેટ બિઝનેસ માં આવે તો સ્પર્ધા માં કેવી રીતે ટકવું, જેવી અલગ અલગ માહિતી આપેલ છે.
ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ ૨૦૨૩ થી જંત્રી બમણી કરવામાં આવેલ છે ત્યારે સરકાર દ્વારા સ્ટેમ્પ ડયુટી ઘટાડે તેવી ધારણા છે, ત્યાં ફરી જંત્રી વધારી દેવામાં આવે તો રાજ્ય ના પ્રોપર્ટી ખરીદનારા પર મોટું ભારણ આવે તેવી તજજ્ઞો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી કેપિટલ ગેઇન ટેક્ષ ૨૦% થી ઘટીને ૧૨/૫૦% થયો છે પરંતુ તેની સામે ઇન્ડેક્સિંગ બજેટમાં રદ્દ કરેલ છે જેનાથી સરકારને આવક વધશે અને સામાન્ય માણસ પર ખુબ બોજો વધી જશે તે સમજાવવામાં આવ્યું. તેવા સમયે જંત્રી વધવાથી વધુ બોજો આવી શકે છે ..
રીઅલ એસ્ટેટ પર વેચાણનો લગભગ ૩૫% હિસ્સો સરકારી કર – કપાત માં જતો હોય છે, જેમાં ખરીદનાર ને જીએસટી, સ્ટેમ્પડયૂટી ઉપરાંત મટિરિયલ – લેબર પર જીએસટી, પ્લોટ ની સ્ટેમ્પ ડ્યૂટી, પ્લોટ કપાત, એફએસઆઇ, ઇનકમ ટેક્સ વિવિધ કર મળી સરકારી કર બેવડાતો હોય છે.
આ સેમિનારમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ડેવલોપર્સ, રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા અલગ અલગ પ્રોફેશનલસ, સીએ, તેમજ NAREDCO ના મેમ્બર્સ એ બહોળી સંખ્યામાં ભાગ લઇ રિયલ એસ્ટેટ બજેટલક્ષી માહિતી વિસ્તૃત વિગત સાથે મેળવી.
#bharatmirror #bharatmirror21 #news #realestate #budget #nardco #gujarat #nationalrealestatedevelopmentcouncil #ahmedabad