નીતા લીંબાચિયા, અમદાવાદ.
14 ઓગસ્ટ 2024:
GCCIની મહાજન સંકલન ટાસ્કફોર્સે તા.13 મી ઓગસ્ટ, 2024 ના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, કિરણ ચુડગર, રેડક્રોસ શતાબ્દી ભવન,અમદાવાદની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જૂન 2024માં આયોજિત મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવમાં ભાગ લેનાર એસોશિયેશનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન કિરણ ચુડગર, રેડક્રોસ શતાબ્દી ભવન, નારણપુરા ,અમદાવાદ ખાતે આવેલી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પરિસરમાં કરવામાં આવ્યું હતું .
આ મુલાકાતનો ઉદેશ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની સુવિધાઓનો વિષે સભ્યોને માહિતગાર કરવાનો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, કિરણ ચુડગર અમદાવાદ રેડક્રોસ શતાબ્દી ભવનમાં નિયમિત 1200 થી વધુ થેલેસેમિયાથી પ્રભાવિત બાળકોને સેવા આપવામાં આવે છે, જે થેલેસેમિયાથી પ્રભાવિત બાળકોને જીવનરક્ષક સારવાર અને સહાય પૂરી પાડવા માટે મોખરે છે, અને બાળકોને વિના મૂલ્યે આપવામાં આવે છે.
આ વિઝીટ દરમિયાન ઇન્ડિયન રેડક્રોસના હોદ્દેદારો દ્વારા દર્દીઓને રેડ ક્રોસ દ્વારા પૂરી પાડવામાં આવતી અદ્યતન સેવાઓ, આરોગ્યસંભાળ અને માનવતાવાદી સહાય વિષે માહિતી આપવામાં આવી હતી. મુલાકાત બાદ, GCCI દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવમાં મહત્વની ભૂમિકા ભજવનાર એસોસિએશનોનું સન્માન કરવામાં આવ્યું હતું,
જેમાં GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જીનીયર, સિનિયર ઉપ-પ્રમુખ શ્રી રાજેશ ગાંધી, ઉપપ્રમુખ શ્રી અપૂર્વ શાહ, માનદ મંત્રી શ્રી ગૌરાંગભાઈ ભગત, GCCIની મહાજન સંકલન ટાસ્કફોર્સ ના ચેરમેન શ્રી આશિષ ઝવેરી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ના ચેરમેન શ્રી અમિત દોશી સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહમાં આ GCCIના સભ્ય એસોસિએશનોના અથાક પ્રયાસો અને આ અભિયાનને સફળ બનાવવાના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું, બ્લડ ડોનેશન ડ્રાઈવ થકી 1446 રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #indianredcrosssociety #felicitationceremony #blooddonationdrive gcci #ahmedabad