નીતા લીંબાચિયા, અમદાવાદ.
27 ઓગસ્ટ 2024:
અમદાવાદ, 27 ઓગસ્ટ, 2024: એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદે ઓરલ કેન્સરથી પીડિત દર્દીની સારવાર માટે ફ્રી ફ્લેપ રિકન્સ્ટ્રક્શન સાથે ગુજરાતની પ્રથમ રોબોટિક નેક ડિસેક્શન હાથ ધરી હતી. આ મહત્વપૂર્ણ અભિગમ ગરદન ઉપર જોવા મળતાં ડાઘને ઘટાડે છે, વિશેષ કરીને યુવા દર્દીઓને ઉત્તમ પરિણામો આપે છે તથા અદ્યતન મેડિકલ કેરમાં નવા ધોરણો સ્થાપિત કરે છે. અગ્રણી રોબોટિક હેડ એન્ડ નેક એન્ડ એન્ડોસ્કોપિક સ્કલ બેઝ સર્જન ડો. નીતિન શર્માના નેતૃત્વ અને તેમની કુશળ સ્પેશિયાલિસ્ટની ટીમ સાથે આ સીમાચિહ્ન એચસીજીની મેડિકલ ઇનોવેશન અને ઉત્કૃષ્ટ પેશન્ટ કેર પ્રત્યેની કટીબદ્ધતા દર્શાવે છે.

અમદાવાદના 36 વર્ષીય જતિન (નામ બદલ્યું છે)ને જ્યારે ઓરલ કેન્સર (મોંનું કેન્સર) હોવાનું નિદાન થયું ત્યારે તેમને પડકારજનક અને પીડાજનક અનુભવનો સામનો કરવો પડ્યો. તેઓ નિયમિતરૂપે અને ક્યારેય સાજા ન થતાં અલ્સરનો સામનો કરી રહ્યાં હતાં તેમજ ગળવામાં વધુ મૂશ્કેલી અનુભવતાં તેમણે તબીબી સહાયતા લેવી પડી. તેમના દૈનિક જીવનમાં અગવડતા અને સમસ્યાઓ વધુ હતી તથા તેમને એવા ઉકેલની આશા હતી કે જે તેમને રાહત આપી શકે અને તેમના દૈનિતક જીવનની ગુણવત્તા ફરીથી લાવી શકે.
અનિતા (નામ બદલ્યું છે) એક નર્સિંગની વિદ્યાર્થીની છે. જ્યારે તેમના પિતાને જમણા નીચલા જડબાનું કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે તેમણે સુનિશ્ચિત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો કે સર્જરી બાદ તેમના પિતાનો આત્મવિશ્વાસ અને દેખાવ જળવાઇ રહે. આજ પ્રકારે 46 વર્ષીય દીપાબેન (નામ બદલ્યું છે)એ ઓરલ કેન્સરની સર્જરી કરાવી હતી, તેમણે તેમના બીજા કેન્સરની સારવારમાં ચહેરા ઉપર નિશાન ટાળવાનો પ્રયાસ કર્યો હતો.

બંન્ને દર્દીઓએ કેન્સરના નિદાન સાથે ભાવનાત્મક અને શારીરિક પડકારોનો સામનો કર્યો, જેમાં સમયસર મેડિકલ હસ્તક્ષેપ અને કાળજીપૂર્વકની સારવારની મહત્વતા વધુ છે. એચસીજી આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદ ખાતે તેમના ઉપર ફ્રી ફ્લેમ રિકન્સ્ટ્રક્શન સાથે રોબોટિક નેક ડિસેક્શન – કેન્સરના ટિશ્યૂને સચોટ રીતે દૂર કરીને અસરગ્રસ્ત જગ્યાને રિકન્સ્ટ્રક્ટ કરવા માટે શરીરના બીજા હિસ્સાના ટિશ્યૂથી તેને બદલવાની સર્જિકલ પ્રક્રિયા, જેનાથી લઘુત્તમ નિશાન રહે છે. આ સારવારથી તેમને અદ્યતન દેખભાળ પ્રદાન કરવાની સાથે-સાથે તેમને અનુકૂળ માહોલ પણ મળી રહ્યો, જેનાથી તેમની ચિંતાઓ દૂર થઇ તથા તેમને રિકવરીના પડકારજનક સમયમાં આગળ વધવાનું માર્ગદર્શન પણ મળ્યું.
એચસીજી આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદ ખાતે રોબોટિક હેડ એન્ડ નેક એન્ડ એન્ડોસ્કોપિક સ્કલ બેઝ સર્જન ડો. નીતિન શર્માએ જણાવ્યું હતું કે, હવે ઓરલ કેન્સર માત્ર વૃદ્ધો સુધી સીમિત નથી અને હવે ઘણાં યુવા, સામાજિક અને પ્રોફેશ્નલ રીતે સક્રિય દર્દીઓ પણ સર્જરી બાદ પણ પહેલા જેવા દેખાવની આશા રાખે છે. જેમ ડો. ધનુષ્ય ગોહિલે ભાર મૂક્યો તેમ કોસ્મેટિક ઓન્કોલોજી ઉભરતું ક્ષેત્ર છે, જે સર્જરી બાદ દેખાવ અને કાર્યાત્મક બંન્ને પાસાઓને ધ્યાનમાં રાખે છે, જેનાથી દર્દીઓ તેમના જીવનની પહેલાની ગુણવત્તાને પુનઃ મેળવી શકે, રોબોટિક્સ, ફ્રી ફ્લેપ અને ઓન્કો-ડેન્ટિસ્ટ્રીના એકીકરણથી આ ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે, જે ખૂબજ ઓછી વધારાના ખર્ચ સાથે નોંધપાત્ર લાભો પ્રદાન કરે છે.
ડો. કૌસ્તુભ પટેલ અને ડો. દુષ્યંત માંડલિકે જણાવ્યું હતું કે, એચસીજી આસ્થા કેર સેન્ટર, અમદાવાદ ખાતે હેડ એન્ડ નેક સર્જરી ડિપાર્ટમેન્ટ પશ્ચિમ ભારતમાં સૌથી અદ્યતન સેન્ટર પૈકીનું એક છે, જે વાર્ષિક 1,800થી વધુ સર્જરી કરે છે. તેમાં અદ્યતન રોબોટિક સર્જરી, ફ્રી ફ્લેપ પ્રક્રિયાઓ અને એન્ડોસ્કોપિક સ્કલ બેઝ સર્જરીઓ સામેલ છે. આ મહત્વપૂર્ણ સર્જરી સફળતાપૂર્વક હાથ ધરવામાં ગુજરાતમાં પ્રથમ હોવાનો અમને ગર્વ છે, જે મેડિકલ ઇનોવેશન પ્રત્યેની અમારી કટીબદ્ધતા દર્શાવે છે.
આ સર્જરી અંગે આભાર વ્યક્ત કરતાં જતિને કહ્યું હતું કે, શરૂઆતમાં ડાઘ અને મારા અવાજ ઉપર અસરો વિશેની ચિંતાઓને કારણે હું મારા મોંના કેન્સરની સર્જરી અંગે ચિંતિત હતો. જોકે, ડો. નીતિન શર્મા અને તેમની ટીમે સમગ્ર પ્રક્રિયાને સ્પષ્ટપણે સમજાવવા માટે સમય લીધો, જેનાથી મારી ચિંતાઓ દૂર થઇ હતી. આ પ્રકારના કેસને હેન્ડલ કરવાના તેમના બહોળા અનુભવ અને આશ્વાસનથી મારો આત્મવિશ્વાસ વધ્યો હતો. આજે હું કોઇપણ નોંધપાત્ર ઘાવ વગર પીડા અને કેન્સરથી મુક્ત થવાથી રાહત અનુભવું છું, જેનાથી હું સામાન્ય અવાજ તથા મારા પરિવાર સાથે સરળતાથી જીવન વિતાવી શકું છું. હું એચસીજી અને તેની કુશળ ટીમ અને ડોક્ટરનો આભાર વ્યક્ત કરું છું.
એચસીજી આસ્થા કેન્સર સેન્ટર દ્વારા સફળતાપૂર્વક ફ્રી ફ્લેપ સર્જરી હાથ ધરવી એ નોંધપાત્ર મેડિકલ પ્રગતિ દર્શાવે છે. આ સિદ્ધિ અદ્યતન સારવાર પ્રત્યે સેન્ટરની કટીબદ્ધતાની સાથે-સાથે કોર્પોરેટ હેલ્થકેર ઉત્કૃષ્ટતામાં અગ્રેસર તરીકે તેની ઉપસ્થિતિને પણ વધુ મજબૂત કરે છે.
#bharatmirror #bharatmirror21 #news #hcgaasthacancercentre #hcgcancercentre #hcg #cancer #dieticians #physiotherapists #psychologists #ahmedabad
