નીતા લીંબાચિયા, અમદાવાદ.
17 ઓગસ્ટ 2024:
GCCI દ્વારા તારીખ 16મી ઑગસ્ટ, 2024ના રોજ પરમ પૂજ્ય અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ અને અમદાવાદના શિવાનંદ આશ્રમના અધ્યક્ષ જનરલ સેક્રેટરી, હિન્દૂ ધર્મ આચાર્ય સભા સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજીની ઉપસ્થિતિ માં “ધર્મ અને ઉદ્યોગ” વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં GCCI પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે પરમ પૂજ્ય અનંત વિભૂષિત દ્વારકા પીઠ જગદગુરુ શંકરાચાર્ય, સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી અને સ્વામી શ્રી પરમાત્માંદ સરસ્વતીજી, પ્રમુખ, શિવાનંદ આશ્રમ અમદાવાદની ઉપસ્થિતિ માટે ખૂબ જ આનંદ અને સન્માનની ભાવના વ્યક્ત કરી હતી.
તેઓએ જણાવ્યું હતું કે જ્યારે આખું વિશ્વ સમૃદ્ધિ અને ભૌતિક સુખાકારી તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે આધ્યાત્મિક મૂલ્યો ક્ષીણ થઈ રહ્યા છે. તેમણે ઉલ્લેખ કર્યો કે જો ભૌતિક સફળતા તેમજ આધ્યાત્મિક મૂલ્યો અને અન્ય મનુષ્ય પ્રત્યે સહાનુભૂતિની ભાવના સાથે સંતુલિત નહિ હોય તો આપણા સૌનું ભવિષ્ય અંધકારમય બની જશે. તેથી તેઓએ “ધર્મ અને ઉદ્યોગ” પર ધ્યાન કેન્દ્રિત કરતી આવી વ્યાખ્યાન શ્રેણીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે બોલતા સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજીએ ઉલ્લેખ કર્યો હતો કે સંપત્તિનું સર્જન ખરાબ નથી પરંતુ તે પરત્વેનો અભિગમ યોગ્ય હોવો જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું કે ધર્મ આપણા પ્રત્યેક કાર્યમાં તેમજ પ્રવૃત્તિમાં પ્રતિબિંબિત થવો જોઈએ. તેઓએ જણાવ્યું કે “ધારયતિ ઇતિ ધર્મ”. તેઓએ ખાસ ભાર મૂક્યો કે આપણા સૌમાં સાચા તેમજ ખોટાની પરખ કરવા બાબતે વિવેક હોવો જોઈએ. તેઓએ આવા સુંદર વિષય પર પ્રવચનના આયોજન માટે GCCI ની પ્રશંશા કરતાં પ્રમુખશ્રી સંદીપ એન્જીનીયરને અભિનંદન આપ્યા.
“ધર્મ અને ઉદ્યોગ” વિષય પર બોલતા પરમ પૂજ્ય દ્વારકા પીઠ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીએ ભાર મૂક્યો હતો કે આપણે સંપત્તિ બનાવવા માટે કાર્ય કરવું જોઈએ પરંતુ તે પણ સમજવું જોઈએ કે સંપત્તિનો ઉપયોગ કેવી રીતે કરવો. આ બાબતે તેઓએ જણાવ્યું કે આપણી સંપત્તિ નો ઉપયોગ પાંચ બાબતો એટલે કે ધર્મ, યશ, વ્યક્તિગત ઉપયોગ, વ્યવસાય વિકાસ તેમજ બૃહદ સમાજ માટે કરવો જોઈએ. તેઓએ ખાસ નોંધ લીધી કે વ્યક્તિ સાથે માત્ર તેનો ધર્મ જ અંતે સાથે રહેતો હોય છે અને માટે જ તન, મન તેમજ ધન નો ઉપયોગ ધર્મ સંવર્ધન માટે કરવો જોઈએ.
GCCI ના માનદ મંત્રીશ્રી ગૌરાંગભાઈ ભગત દ્વારા આભારવિધિ બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
#bharatmirror #bharatmirror21 #news #gcci #dwarkapeethjagadgurushankaracharya #swamisrisadanandasaraswatiji #swamisriparamatmandaraswatiji #sivanandaashram #ahmedabad