નીતા લીંબાચિયા, અમદાવાદ.
23 ઓગસ્ટ 2024:
GCCI, બિઝનેસ વુમન કમિટીએ તેઓની “ટેક લેવલ-અપ સિરીઝ” અંતર્ગત “લિંક્ડઇન માસ્ટરી” – અનલોકિંગ પ્રોફેશનલ પોટેન્શિયલ વિષય પર એક વાર્તાલાપનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે તેઓના સ્વાગત સંબોધનમાં BWCના ચેરપર્સન શ્રીમતી પ્રાચી પટવારીએ આધુનિક વિશ્વમાં ઈન્ટરનેટ ના અભૂતપૂર્વ ઉપયોગ તેમજ વ્યક્તિગત જીવનમાં પણ “સોશિયલ મીડિયા” ની મોટી અસર વિશે વાત કરી હતી.
તેઓએ જણાવ્યું હતું કે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા એક મોટા આશીર્વાદ સમાન છે, પરંતુ તે બાબત પણ તેટલીજ અગત્યની છે કે આ સાધનોના યોગ્ય ઉપયોગ વિષે આપણી પાસે જરૂરી સમજ હોય. તેઓએ “લિંક્ડઇન” પ્લેટફોર્મના મહત્વ વિશે વાત કરી હતી તેમજ આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત શ્રી મિહિરસિંહ પરમાર, CEO, Inkit કંપની અને Skillspire ના સ્થાપક અને CEOનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે સુશ્રી નમ્રતા કપિલે મુખ્ય વક્તા શ્રી મિહિરસિંહ પરમારનો પરિચય આપ્યો હતો.
આ પ્રસંગે બોલતા, તેઓના વક્તવ્યમાં શ્રી મિહિરસિંહએ સમગ્ર વિશ્વમાં ફેલાયેલ “કોવિડ” રોગચાળા ના સમય પછી ડિજિટલાઇઝેશનના અભૂતપૂર્વ વ્યાપક ઉપયોગ વિશે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં લોકોનો સ્ક્રીન ટાઈમ વધતો જાય છે અને તે કારણથી જ ફિઝિકલ હોર્ડિંગ્સ કરતા ડિજિટલ બ્રાન્ડિંગ વધુ મહત્વપૂર્ણ બન્યા છે. તેઓએ ઉમેર્યું હતું કે જે તે કંપનીના સ્થાપક ની સોશિયલ મીડિયા પર વ્યક્તિગત તેમજ સાતત્યપૂર્ણ ઉપસ્થિતિ ખુબ જ મહત્વના બન્યા છે અને તે થકી જ તેઓની બ્રાન્ડની માન્યતાને વેગ મળતો હોય છે. તેઓએ ટિપ્પણી કરી હતી કે “વ્યક્તિની કે બ્રાન્ડની વ્યક્તિગત વિઝિબિલિટી તેઓની વિશ્વસનીયતામાં વધારો કરતા હોય છે. તેઓએ જે તે વ્યક્તિના લિંક્ડ ઈન પેજ પર હેડલાઈન, વ્યવસાય તેમજ સેવાઓ બાબતે સમરી, પ્રોફાઈલ પિક્ચર, બેનર વગેરે ના મહત્વની વાત કરી હતી અને “સ્કિલસેટ” વિષે વિગતવાર સમજણ આપી હતી. તેઓએ તે બાબત પર ખાસ ભાર મૂક્યો હતો કે દરેક વ્યક્તિ કે બ્રાન્ડે પોતાના ફોલોઅર્સ વધારવા પ્રયત્ન કરવા જોઈએ તેમજ પોતાના કાર્ય વિશેની માહિતી બુલેટ પોઇંટ્સના માધ્યમથી પ્રસ્તુત કરવી જોઈએ. તેઓએ વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા ની ખુબ જ વધેલ અસર પર ભાર મૂક્યો હતો.