નીતા લીંબાચિયા, અમદાવાદ.
03 ઓગસ્ટ 2024:
નરેન્દ્ર મોદીના નેતૃત્તવાળી કેન્દ્રની સરકાર દેશના વિકાસ અને અર્થવ્યવસ્થાને વધારે મજબૂત બનાવવા માટે કટિબદ્ધ છે. આ વખતનું કેન્દ્રિય બજેટ વાસ્તવિક અર્થવ્યવસ્થા માટે સકારાત્મક છે, કેમ કે આ ગ્રામીણ ક્ષેત્ર, કૃષિ વિકાસ, રોજગાર સર્જન, રોજગાર માટે તૈયાર યુવાઓના કૌશલ્ય વિકાસ અને અર્થવ્યવસ્થાની ઉત્પાદક ક્ષમતા વધારવા માટે પાયાના પ્રાથમિક માળખાઓ પર કેન્દ્રિત છે.
સૌથી સારી વાત તે છે કે, આ બધી મોટી પહેલ રાજકોષીય નુકશાનને જીડીપીના 4.9 ટકા સુધી લાવવા સહિત આ વર્ષે સરકાર દ્વારા લેવામાં આવેલા ઉધારને ઓછું કરવા દરમિયાન માર્કેટ માટે મોટા પગલાઓ ભરવામાં આવ્યા છે. જે એક સારી બાબત છે. કેમ કે ઉધાર ઓછું કરવાની સાથે-સાથે નરેન્દ્ર મોદી સરકારે પાયાના લોકો માટે સકારાત્મક નિર્ણય લીધો છે.
ઉંચા આવક વેરામાંથી મુક્તિની સાથે-સાથે સોનું, ચાંદી, મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના આયાત શુલ્કમાં ઘટાડાની સાથે મહિલાઓ માટે રોજગાર પ્રોત્સાહન યોજનાઓ અને કાર્યક્રમોથી સમગ્ર વપરાશમાં વધારો થવાની આશા છે. જ્યારે સીધા (પ્રત્યક્ષ કર) ટેક્સના કારણે કમાનારાઓના હાથમાં ટેક્સ ચૂકવ્યા પછી પણ વધારે પૈસા વધશે. રોજગાર કાર્યક્રમોના ખર્ચથી દેશના યુવાઓના હાથોમાં વધારે પૈસા આવી શકે છે.
બજેટ જાહેરાતો પછી ભારતની ગ્રાહક વસ્તુઓની કંપનીઓ અને ટૂ-વ્હીલર્સ નિર્માતાઓને ફાયદો થયો છે. કેટલાક રાજ્યોમાં સ્થિત પ્રાથમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળને પણ રોકાણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી છે. ગોલ્ડ એન્ડ સિલ્વર ઉપર ટેક્સ ઓછો થવાના કારણે જ્વેલર્સ કંપનીઓના શેરોમાં પણ તેજી આવી છે. બજેટમાં વધારાના ટેક્સની જાહેરાત કરી નહોવા છતાં તંબાકૂ કંપનીઓના શેરોની કિંમતોમાં વધારો થયો છે.
બજેટમાં એન્જલ ટેક્સને ખત્મ કરવાથી દેશના સ્ટાર્ટ-અપ સેક્ટરને લાભ થશે. આ ટેક્સ સ્ટાર્ટ-અપ દ્વારા યોગ્ય માર્કેટ ભાવથી વધારે કિંમત પર લેવામાં આવેલા ફંડ પર લગાવવામાં આવે છે. આનાથી દેશમાં સ્ટાર્ટ-અપ પરિદ્રશ્યને પ્રોત્સાહન મળશે.
રક્ષાથી લઈને રેલવે, પ્રોપર્ટી ડેવલપર્સથી લઈને નિર્માણ કંપનીઓ સુધીના મુખ્ય શેરોમાં નફો જોવા મળ્યો છે, જે ભવિષ્યના ઉજ્જવળ અનુમાનોના કારણે ખુબ જ ઉપર આવ્યો છે. આમ બજેટ સકારાત્મક છે અને આ અર્થવ્યવસ્થાના વિકાસેન પ્રોત્સાહન આપશે. જેથી અંતે તો માર્કેટને પણ મદદ મળશે.