બજાજની પ્રથમ સીએનજી મોટર સાયકલ ફ્રીડમ ૧૨૫ ત્રણ મોડલમાં 90,000 થી 115000 એક્સ-શોરૂમ કિંમત સાથે અમદાવાદના બજારમાં આગમન
નીતા લીંબાચિયા, અમદાવાદ.
13 ઓગસ્ટ 2024:
દેશના પર્યાવરણને ધ્યાનમાં રાખીને બજાજ ઓટોનું અનોખું આવિષ્કાર એટલે ફ્રીડમ ૧૨૫ તેના વિશેષ સેફટી ફીચર્સ અને અનન્ય માઈલેજને લીધે સીએનજી મોટર સાયકલને સર્વત્ર બહોળો પ્રતિસાદ મળેલ છે.
બજાજ ફ્રીડમ ૧૨૫ કન્ઝયુમર્સને ઓપરેટીંગ ખર્ચમાં ૫૦ ટકા સુધીના નોંધપાત્ર ઘટાડાનું સાથેનું નવું અવતરણ અને પર્યાવરણ બચાવવામાં સફળતાપૂર્વક બજાજ CNG બાઈકનું સફળતા પૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું. આ પ્રકારની મોટર સાયકલની સરખામણીએ પર્યાવરણને વધુ અનુકુળ રહે એવી સવારી (૨૬૭ ટકા ઓછું કાર્બન ડાયોકસાઈડ) આપે છે. તેની સીએનજી ટેન્ક અદ્યતન સેફટી ફીચર્સ સાથે આપવામાં આવેલ છે અને તે ટ્રેલીસ ફ્રેમની અંદર સજ્જ છે. નવીન્ય, સેફટી અને કમ્ફર્ટનું આ કોમ્બીનેશન ફ્રીડમ ૧૨૫ને ઈકો કોન્સીયસ રાઈડર્સ માટે આદર્શ બનાવે છે.
બજાજની પ્રથમ સીએનજી મોટર સાયકલ ફ્રીડમ ૧૨૫નું આદિત્ય ઓટો બજાજ- મણીનગર, અમદાવાદ ખાતે ધમાકેદાર આગમન થઈ ગયું છે. બજાજા ઑટોને નવી લોન્ચ થયેલી વિશ્વની પહેલી સીએનજી મોટરસાઈકલ ફ્રીડમ 125ના પહેલા વેચાણની જાહેરાત પહેલાં આશરે 225 CNG બાઈકનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. બજાજ ફ્રીડમ 125 માટે આવેલી 1000+ ઈન્કવાયરીઝથી એ વાતનો પુરાવો છે કે, ‘બજાજ ઑટોમાં કસ્ટમરનો અતૂટ વિશ્વાસ છે અને સસ્ટેનેબલ મૉબિલિટી વિકલ્પ તરીકે સીએનજી તેમની પસંદગી છે.
આદિત્ય ઓટો બજાજ શોરૂમ ખાતે બજાજ ફ્રીડમ બાઈક લોન્ચ કરવામાં આવી. તે સમયે કંપનીના રિજિયોનલ મેનેજર સાથે,એરિયા સેલ્સ મેનેજર અને અમદાવાદ CNG પંપના ઓનર ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ માં 10 ઓગસ્ટ 2024ના રોજ લૉન્ચ થયેલી બજાજ ફ્રીડમ 125, કન્ઝ્યુમર્સને ઑપરેટિંગ ખર્ચમાં 50% સુધીના નોંધપાત્ર ઘટાડાનું વચન આપે છે, તથા આ પ્રકારની પેટ્રોલ મોટરસાઈકલની સરખામણીએ પર્યાવરણને વધુ અનુકૂળ રહે એવી સવારી (26.7% ઓછું કાર્બન ડાયૉક્સાઈડ (CO2)) આપે છે. તેની સીએનજી ટેન્ક અદ્યતન સેફટી ફીચર્સ સાથે આવે છે અને તે ટ્રેલિસ ફૅમની અંદર સજ્જ છે. બે કિલો સીએનજીમાં, ફ્રીડમ 210 કિમીથી વધુની રેન્જ આપે છે. તેની સાથે 2-લિટરની પેટ્રોલ ટેન્ક છે, જે કુલ રેન્જને વધારીને 330 કિમી ચાલે છે.
ફયુઅલ કાર્યક્ષમતા ઉપરાંત મોનો-લિન્ક્ડ ટાયર સસ્પેન્શન્સ, લાંબી અને ક્વિલ્ટેડ સીટ, એલઈડી હેડલેમ્પ્સ, ડિજિટલ સ્પીડોમીટર્સ અને બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે ફ્રીડમ 125 રાઈડરના કમ્ફર્ટ તથા સહુલિયતને પ્રાથમિકતા આપે છે. અધ્યતન ફીચર સાથે સેટી અને કમ્ફર્ટનું આ કોમ્બિનેશન ફ્રીડમ 125ને ઈકો-કૉન્શિયસ રાઈડર્સ માટે આદર્શ બનાવે છે.
બજાજની પ્રથમ સીએનજી મોટર સાયકલ ફ્રીડમ ૧૨૫ ત્રણ મોડલમાં 90,000 થી 115000 એક્સ-શોરૂમ કિંમત સાથે અમદાવાદના બજારમાં આદિત્ય ઓટોમાં આગમન થયું.
#bharatmirror #bharatmirror21 #news #bajajcngmotorcyclefreedom125 #bajajcngadityaautobajaj #adityaauto #bajaj #bajajauto #ahmedabad