નીતા લીંબાચિયા, અમદાવાદ.
12 જુલાઈ 2024:
ગુરૂવારના રોજ ક્વાલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (QCI)એ અમદાવાદ ખાતેના વાયએમસીએ ક્લબમાં ગુજરાત ગુણવત્તા સંકલ્પનું આયોજન કર્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય સચિવ સહિતના આગેવાનો કાર્યક્રમમાં હાજર હતા.
ગુજરાત ગુણવત્તા સંકલ્પના ઉદ્ધાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત ગુણવત્તા અપનાવવાના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા પ્રતિબદ્ધ છે. જે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પહેલ છે, જેનો હેતુ ગુજરાતમાં પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં નિર્ણાયક ગુણવત્તાના હસ્તક્ષેપ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. ગુજરાત અત્યાર સુધીમાં 5જી મોડલ હતું. તેમાં ગુણવત્તા તરીકે વધુ એક G ઉમેરાયું છે.
QCIના ચેરપર્સન જક્ષય શાહે ગુજરાતને વિકસીત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતે 5G મોડલ હેઠળ વિકસિત ગુજરાતના નિર્માણમાં પ્રગતિને વેગ આપ્યો છે. જેનો અર્થ છે ગરવી ગુજરાત, ગુણવંતું ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત. ત્યારે આપણે આ 5G ગુજરાત મોડલમાં વધુ એક G ઉમેરીએ, જે ‘ગુણવત્તા’ માટે વપરાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુણવંતું ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત. ત્યારે આપણે આ 5G ગુજરાતએ હાથ ધરેલ દરેક ચળવળમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે.
#bharatmirror #bharatmirror21 #news #qualitycouncilofiIndia #qci #gujaratqualityresolution #pmnarendrmodi #chiefministerbhupendrapatel #healthministerrishikeshpatel #jakshayshah #developedindia #qualitygujarat #greengujarat #globalgujarat #vibrantgujarat #5g gujarat #ahmedabad