GCCI દ્વારા ઈન્ડોનેશિયન એમ્બસી અને ITPC, ચેન્નાઈ સાથે આયોજિત ઇન્ટરેક્ટિવ મિટિંગ.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
03 જુલાઈ 2024:
આજે, તારીખ ૩ જી જુલાઈ 2024ના રોજ, શ્રી નુગ્રોહો પ્રિયો પ્રતોમો, નિયામક, ઈન્ડોનેશિયા ટ્રેડ પ્રમોશન સેન્ટર (આઇટીપીસી) ચેન્નાઈ, શ્રી મોહમ્મદ ઇકબાલ દામિલ – ટ્રેડ એટેચી, ઇન્ડોનેશિયન એમ્બસી, નવી દિલ્હી અને શ્રી એલ્ડ્રિન હેરવાની – એજ્યુકેશન એટેચી, ઇન્ડોનેશિયન એમ્બસી, નવી દિલ્હીએ GCCI ની મુલાકાત લીધી હતી તેમજ GCCI ના પદાધિકારીઓ સાથે ઇન્ટરેકિટવ મીટિંગ કરી હતી.
![](https://www.bharatmirror.in/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-03-at-6.34.37-PM-1024x574.jpeg)
આ પ્રસંગે GCCI ના પ્રેસિડેન્ટ ઇલેકટ શ્રી સંદીપ એન્જિનિયરે, ઇન્ડોનેશિયન એમ્બેસી, ITPC ચેન્નાઈ અને અન્ય મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે GCCI સભ્યો માટે ઇન્ડોનેશિયા ખાતે વિવિધ વ્યવસાયોને વિસ્તારવા માટેની તકો અંગે ઊંડો રસ દર્શાવ્યો હતો. તેઓએ ઇન્ડોનેશિયા પ્રજાસત્તાક અને ભારત વચ્ચેના સુંદર રાજકીય તેમજ સાંસ્કૃતિક સંબંધો વિશે વાત કરી હતી તેમજ નોંધ્યું હતું કે વર્ષોથી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો મજબૂત રહ્યા છે. તેમણે પરસ્પર લાભ માટે દ્વિપક્ષીય સંબંધો ને વધારવા માટે GCCIની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
![](https://www.bharatmirror.in/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2023-07-26-at-5.45.10-PM-4-1024x585.jpeg)
મીટિંગ દરમિયાન, GCCI ના ઇન્ટરનેશનલ ટ્રેડ ટાસ્કફોર્સ ના ચેરમેન શ્રી અનિલ જૈને ગુજરાતના વેપાર અને ઉદ્યોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો તેમજ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાત અને ઇન્ડોનેશિયા વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહન આપવાથી બંને દેશો માટે નોંધપાત્ર લાભ થશે.
શ્રી નુગ્રોહો પ્રિયો પ્રતોમો -ડાયરેકટર ITPC, ચેન્નાઈએ બંને રાષ્ટ્રો વચ્ચેના મજબૂત વ્યાપારી સંબંધો નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે બંને દેશોના વેપાર અને ઉદ્યોગ વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધો વિકસાવવા માટે સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી. તેમણે ઇન્ડોનેશિયા, જાકાર્તા ખાતે તારીખ 9-12 ઓક્ટોબર, 2024ના રોજ આયોજિત આગામી “ટ્રેડ એક્સ્પો ઇન્ડોનેશિયા” વિશે માહિતી આપી હતી. તેઓએ ખાસ જણાવ્યું હતું કે પ્રસ્તુત ટ્રેડ એકસ્પો B2B અને G2B મીટિંગની ખાસ તકો પુરી પાડશે તેમજ ખોરાક, પીણાં, કૃષિ, કાપડ અને સેવાઓ સહિતની પ્રોડકટ કેટેગરીની વિશાળ શ્રેણીને પ્રસ્તુત કરશે.
GCCI ના ઉપાધ્યક્ષ શ્રી મિહિર પટેલ દ્વારા આભારવિધિ બાદ મીટીંગનું સમાપન થયું હતું.
#bharatmirror #bharatmirror21 #news #gcci #indonesianembassy #itpc-chennai #ahmedabad
![Poojan Studio](https://www.bharatmirror.in/wp-content/themes/goodnews5/images/poojan_studio.jpeg)