નીતા લીંબાચિયા, અમદાવાદ.
26 જુલાઈ 2024:
ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની માહિતી અને તાલીમ આપતા સેમિનાર, વર્કશોપ અને પબ્લિક એંગેજમેન્ટ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે.


જેમાં જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ, શહેરના નાગરિકો, વિદ્યાર્થીઓ તેમજ ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલા લોકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની સમજ અને તાલીમ આપવામાં આવશે.

આ વર્કશોપમાં કુદરતી અને માનવસર્જિત આફત સમયે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું, કેવી રીતે સ્વ-બચાવ કરવો, તેમજ પોતાના પરિવારજનો અને અન્ય લોકોને કેવી રીતે બચાવી શકાય તે અંગેની માહિતી અને તાલીમ આપવામાં આવશે.
વહીવટી તંત્ર સાથે સુમેળ સાધી જાનમાલને થતા નુકસાનને અટકાવવી, કેવી રીતે બચાવ કામગીરીમાં સહયોગ કરી શકાય, આ સાથે પુનર્વસન તેમજ અન્ય કામગીરી કેવી રીતે પાર પાડી શકાય તે અંગે પણ વિષદ છણાવટ સાથે માહિતી આપવામાં આવશે. આ સાથે પ્રાથમિક સારવાર અને સીપીઆરની તાલીમ પણ આપવામાં આવશે.
#bharatmirror #bharatmirror21 #news #disastermanagement #seminar #workshop #publicengagementactivity #gandhinagar #jamnagarmunicipalcorporation #jamnagar #ahmedabad
