નીતા લીંબાચિયા, અમદાવાદ.
17 જૂન 2024:
પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના ઉપદેશોનો વિશ્વભરમાં પ્રસાર કરવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર પૂજ્ય મોરારી બાપૂએ આજે તેમની રામકથા દરમિયાન વિશ્વભરમાં શાંતિ સ્થાપિત કરવાનું આહ્વાન કર્યું હતું.

વિશ્વમાં ઘણાં દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલાં યુદ્ધથી વ્યથિત પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, યુદ્ધમાં ઘણાં લોકોએ જીવ ગુમાવ્યાં છે, નાના બાળકો તુટેલા પાત્રોમાં રોટલી માગી રહ્યાં છે ત્યારે હવે યુદ્ધ બંધ થવા જોઇએ. આપણે બધાને એકસૂત્રમાં બાંધવાની જરૂર છે.

તેમણે ઉમેર્યું હતું કે, મારું ચાલે તો હું શાંતિ માટે યુક્રેન-રશિયા બોર્ડર ઉપર કથા કરું. વિશ્વભરના મહાનુભાવો ભેગા થાય અને સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કરીને યુદ્ધ બંધ કરાવે તેવી મારી ઇચ્છા છે. મારા હ્રદયની વાત મહાદેવ સાંભળશે, અહિંસાના પૂજારી પાર્શ્વનાથ સાંભળશે તેવો મને વિશ્વાસ છે.
#bharatmirror #bharatmirror21 #news #russia-ukrainewar #moraribapu #ahmedabad
