ગુજરાતમાં 34 ટચપોઇન્ટ્સ; કાર ખરીદદારોને જેએસડબ્લ્યુ એમજીની સેલ્સ અને આફ્ટરસેલ્સ સુવિધાઓ સુધી વધુ પહોંચ મળી શકશે
નીતા લીંબાચિયા, અમદાવાદ.
19 જૂન 2024:
જેએસડબ્લ્યુ ગ્રુપ અને એસએઆઇસી વચ્ચેના સંયુક્ત સાહસ, જેએસડબ્લ્યુ એમજી મોટર ઈન્ડિયાએ અમદાવાદમાં એક નવા અત્યાધુનિક શોરૂમ અને વર્કશોપનું ઉદ્ઘાટન કરીને તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી છે. જેએસડબ્લ્યુ એમજી મોટર ઈન્ડિયાના નેટવર્કનું વિસ્તરણ એકંદર ખરીદી અને માલિકીના અનુભવને વધારવા માટે તેની વ્યૂહાત્મક દ્રષ્ટિ સાથે સંરેખિત કરે છે. જેએસડબ્લ્યુ એમજી પાસે હવે ગુજરાતમાં 34 ટચપોઇન્ટ છે.
8,850 ચોરસ ફૂટના વિસ્તારમાં નિર્મિત આ નવી 3એસ ડીલરશીપ સુવિધા (સેલ્સ, સર્વિસ અને સ્પેર પાર્ટ્સ), એમજી એરોમાર્ક કાર્સ, એમજી ઇન્ડિયાના ભાવિ ગ્રાહક અભિગમના એકંદર દેખાવ અને અનુભૂતિને શેર કરે છે, જે આધુનિક, અર્બન કાર ખરીદદારોની પસંદગીઓ સાથે પડઘો પાડે છે, જેઓ ટેક-સેવી અને ઓટો ઉત્સાહીઓ છે. શોરૂમ તેના ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે 31,320 ચોરસ ફૂટની આધુનિક સેવા સુવિધા સાથે ઉપલબ્ધ છે.
ઉદ્ઘાટન પર ટિપ્પણી કરતા, જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર સતીન્દર સિંહ બાજવાએ જણાવ્યું, “અમને એમજી 2.0ના ભાગ રૂપે ગુજરાતમાં અમારો નેટવર્કનો વિસ્તાર કરતા આનંદ થઇ રહ્યો છે. જેમ જેમ અમે આગળ વધી રહ્યાં છીએ તેમ તેમ, અમે નવા પ્રદેશોમાં બ્રાન્ડના પદચિહ્નને વિસ્તારી રહ્યા છીએ, જેથી અમારા ગ્રાહકો માટે સહજ સેલ્સ અને આફ્ટરસેલ્સ સેવાઓની ખાતરી થઇ શકે. અમે દેશના 170 શહેરોમાં 400થી વધુ ટચપોઇન્ટ સ્થાપિત કર્યા છે. અમે આ વર્ષે 100 નવા જેએસડબ્લ્યુ એમજી ટચપોઇન્ટ સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યાં છીએ, જે ખાસ કરીને ટિયર 3 અને ટિયર 4 શહેરો માટે હશે. આ વ્યૂહાત્મક વિસ્તરણનો ઉદ્દેશ્ય ગ્રાહકોની નજીક આવીને તેમની સાથે ગાઢ સંબંધોને બનાવાનો છે, જેથી તેઓ મનની શાંતિ સાથે તેમની મનપસંદ એમજી કાર પસંદ કરી શકે અને ચલાવવાની સુવિધા મેળવી શકે. તે સુલભતા વધારવા અને શ્રેષ્ઠ ગ્રાહક અનુભવો પહોંચાડવા માટેના અમારા અડગ સમર્પણને રેખાંકિત કરે છે.”
ઉદ્ઘાટન પર ટિપ્પણી કરતાં, જેએસડબલ્યુ એમજી એરોમાર્ક કાર્સના ડીલર પ્રિન્સિપલ આર્યમન ઠક્કરે જણાવ્યું, “જેએસડબ્લ્યુ એમજીની તકનીકી રીતે અદ્યતન પ્રોડક્ટ્સ, ગ્રાહક-કેન્દ્રિત અભિગમ અને ગ્રાહક જરૂરિયાતોની સમજ સાથે અમે અમારા ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ માલિકીનો અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે અમારા ગ્રાહકો યાદગાર અને અનોખો અનુભવ મેળવશે.”
85%ના બજાર કવરેજ સાથે, જેએસડબ્લ્યુ એમજી સર્વિસ સેન્ટર્સ વ્યૂહાત્મક રીતે 15-કિલોમીટરની ત્રિજ્યામાં સ્થિત છે, જે 30 મિનિટની અંદર તાત્કાલિક સહાયની ખાતરી કરે છે. કંપનીનું લક્ષ્ય વર્ષના અંત સુધીમાં 100 નવા ટચપોઇન્ટ્સ સ્થાપવાનું અને નાણાકીય વર્ષ 2024-25ના અંત સુધીમાં 275 શહેરોમાં 500થી વધુ ટચપોઇન્ટ્સનું લક્ષ્ય હાંસલ કરવાનું છે.
આ તદ્દન નવો શોરૂમ બ્રાન્ડની ‘ઈમોશનલ ડાયનેમિઝમ’ ફિલોસોફી હેઠળ ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે સમકાલીન બ્રાન્ડ તત્વો અને સ્લીક કલર પેલેટને જોડે છે. બહારની બાજુએ, જેએસડબ્લ્યુ એમજીની ડીલરશીપનો બાહ્ય ભાગ આકાશ અને પૃથ્વીના સંગમને દર્શાવતી એક અનોખી ફેસેડ ગ્રીલ અપનાવે છે. આંતરિક ભાગ, બ્રાન્ડના એક્સપિરીયંસ-ફર્સ્ટ અભિગમને સ્ટોર સંપૂર્ણ રીતે પ્રદર્શિત કરે છે, જેનો ઉદ્દેશ્ય એક વિશાળ એલઇડી કન્ફિગ્યુરેટર દિવાલ જેવા સતેજ અને સર્જનાત્મક તત્વોના માધ્યમથી તેના સંભવિત ગ્રાહકોની પાંચેય સંવેદનાઓને મોહિત કરવાનો છે.
આ ડીલરશિપ પ્રોડક્ટ્સના પોર્ટફોલિયોનું પ્રદર્શન કરશે, જેમાં એમજી હેક્ટર – ભારતની પ્રથમ ઈન્ટરનેટ એસયુવી, એમજી ઝેડએસ ઈવી – ભારતની પ્રથમ પ્યોર ઇલેક્ટ્રિક ઈન્ટરનેટ એસયુવી, એમજી ગ્લોસ્ટર – ભારતની પ્રથમ ઓટોનોમસ (લેવલ 1) પ્રીમિયમ એસયુવી, એસ્ટોર – પર્સનલ એઆઇ આસિસ્ટન્ટ અને ઓટોનોમસ (લેવલ 2) ટેક્નોલોજી ધરાવતી ભારતની પ્રથમ એસયુવી અને એમજી કોમેટ – ધ સ્માર્ટ ઇલેક્ટ્રિક વ્હીકલનો સમાવેશ થાય છે.