આવનાર 15 જૂને અમદાવાદના સિટીએમ ખાતે આવેલ કુશાભાઉ ઠાકરે હોલ ખાતે દ્વિતીય જોનપુર મહોત્સવ 2024 ઉજવવામાં આવશે.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
14 જૂન 2024:
આ મહોત્સવ શ્રી જીતેન્દ્રસિંહ રાજપૂત, સંયોજક અને ડૉ. અરવિંદસિંહ, ઉપાધ્યક્ષના સંકલન, સંગઠન તેમજ સંચાલન હેઠળ યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી સીમા દ્વિવેદી, સાંસદ, જોનપુર, ઉત્તર પ્રદેશ, શ્રી કૃપાશંકરસિંહ, પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષ, મહારાષ્ટ્ર જોનપુર, ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિશેષ અતિથિ તરીકે શ્રી રમેશ મિશ્રા, ધારાસભ્ય, બદલાપુર જોનપુર, શ્રી સંજયસિંહ, પ્રવક્તા, ભાજપ મહારાષ્ટ્ર, ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પ્રતિભા જૈન, શ્રી હસમુખ પટેલ, સાંસદ અમદાવાદ પૂર્વ, શ્રી દિનેશ મકવાણા, સાંસદ અમદાવાદ પશ્ચિમ, શ્રી ગોરધનભાઇ ઝડફિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી, શ્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ ગૃહમંત્રી, શ્રી બાબુસિંહ જાદવ, ધારાસભ્ય, વટવા સહિત અન્ય મહાનુભવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત ગુજરાતમાં વસેલા અને વિવિધ ક્ષેત્રે પ્રતિભા મેળવનાર તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવશે.
જોનપુર વિશે વાત કરવામાં આવે તો ગોમતીનદીના કિનારે વસેલો ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો જેની આજુબાજુ વારાણસી, આઝમગાઢ, ફૈઝાબાદ, સુલતાનપુર, પીથોરગઢ જેવા જિલ્લાઓ આવેલ છે અને અલ્લાહાબાદ, ગાઝીપુર, લખનૌ અને ગોરખપુર જેવા શહેરો સાથે સંકળાયેલું છે જે ખાસ કરીને કૃષિ બજાર કેન્દ્ર તરીકે વિકાસ પામ્યું છે. જોનપુરની વાત કરવામાં આવે તો આસપાસ ફુલોના બગીચા અને તે અત્તર અને અન્ય સુગંધિત દ્રવ્યો, ફળફલાદી અને શાકભાજીના વ્યાપારનું મુખ્ય કેન્દ્ર છે. જોનપુરમાં માં શીતલા ચોકીયા ધામ આવેલ છે જેની પવિત્રતાને લીધે આ ભૂમિ વધુ પવિત્ર બની જાય છે.

જોનપુરથી લોકો અહીં ગુજરાતના વિવિધ શહેરોમાં ધંધાકીય, વ્યવસાયે આવેલ છે અને સ્થાયી બન્યા છે. પરંતુ પોતાના માદરે વતનનો પ્રેમ સદૈવ કોઈપણ વ્યક્તિના હૃદયમાં જીવંત જોવા મળે તેમ અહીં અમદાવાદ અને અન્ય શહેરોમાં વસતા લોકો દ્વારા પણ આ માદરે વતનનો પ્રેમ બહાર પણ જળવાઈ રહે અને આવનાર પેઢી પણ આ વતન પ્રત્યેનો પ્રેમ સમજી શકે અને આગળ આવનાર પેઢીને પણ તેના વિશે જણાવી શકે તે માટે અમદાવાદ ખાતે બીજા વર્ષે પણ જોનપુર મહોત્સવ 2024 નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાતભરથી ગુજરાતમાં વસતા લોકો પણ ઉપસ્થિત રહેશે.
#bharatmirror #bharatmirror21 #news #jaunpurfestival #up #uttarpradesh #ahmedabad
