નીતા લીંબાચિયા, અમદાવાદ.
08 જૂન 2024:
GCCI ના ટેક્સટાઈલ ટાસ્ક ફોર્સે દ્વારા તેઓના “ટેક્સટાઈલ લીડરશીપ કોન્કલેવ 2024 નું આયોજન કરવામાં આવેલ છે. GCCI દ્વારા આયોજિત “ટેક્સટાઇલ લીડરશીપ કોલેવ” ની આ ત્રીજી આવૃત્તિ છે. આ કોન્કલેવ નું આયોજન શનિવાર તારીખ : 15મી જૂન, 2024ના રોજ ગોલ્ડન ગ્લોરી હોલ, કર્ણાવતી ક્લબ, સરખેજ ગાંધીનગર હાઈવે ખાતે કરવામાં આવેલ છે.
ભૂતકાળમાં ખુબ જ સફળ થયેલ આ વાર્ષિક કોન્ફ્લેવનો મુખ્ય ઉદ્દેશ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવિધ સ્ટેક હોલ્ડર્સને એકત્ર કરી તેઓને ટેક્સટાઇલ ઉદ્યોગ સંદર્ભમાં વાર્તાલાપ, સફળ ઉદ્યોગપતિઓના અનુભવ બાબતે સફળતાની વાતો. નવીન ટેક્સટાઇલ સ્ટાર્ટઅપ્સ વિષે માહિતી. આ ઉદ્યોગ બાબતે વિવિધ ઇનસાઇટ તેમજ સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ ઓફર કરવાનો છે.
આ સમગ્ર કોલેવમાં સમગ્ર ગુજરાત રાજયમાંથી જીનીંગ, સ્પિનિંગ, વિવિંગ, પ્રોસેસ હાઉસ, ગાર્મેન્ટિંગ, ટેકનિકલ ટેક્સટાઈલ અને ટેકસટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાંથી 700 થી વધુ સહભાગીઓ ભાગ લેશે તેવી અપેક્ષા છે.
ઉપરોક્ત કોન્ફ્લેવમાં અમે તેવા વક્તાઓને આમંત્રિત કરવા માંગીએ છીએ કે જેઓ તેઓના ક્ષેત્રમાં નિષ્ણાત તો હોય જ પરંતુ તે ઉપરાંત તેઓનો અનુભવ શ્રોતાઓને પણ લાભપુર્ણ સાબિત થાય. આ અંગે નિગ્નલિખિત વક્તાઓના બાયોડેટા આપના સંદર્ભ માટે સામેલ છે.
1) ડૉ એસ.એન. મોદાણી, વાઇસ ચેરમેન, સંગમ (ઇન્ડિયા) લિ
2) શ્રી પ્રમોદ ખોસલા, ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર, ખોસલા પ્રોફાઇલ પ્રા.લિ.
3) શ્રી અજય અરોરા, મેનેજિંગ ડિરેક્ટર, ડીડેકોર હોમ ફેબ્રિક્સ
4) શ્રી પ્રશાંત અગ્રવાલ, જોઈન્ટ મેનેજિંગ ડિરેકટર, વઝીર એડવાઈઝર્સ
ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલ આ દિગ્ગજો આપની સાથે તેઓના અનુભવો શેર કરશે તેમજ સાથે સાથે નવીનતમ વલણોમાં મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરશે અને કાપડ ઉદ્યોગના ભવિષ્ય બાબતે પણ ચર્ચા કરશે. અમને વિશ્વાસ છે કે ઉપરોક્ત વિદ્વાન વક્તાઓ ના યોગદાનથી સમગ્ર કોલેવમાં ભાગ લઇ રહેલ બધા સહભાગીઓને ખુબ પ્રેરણા અને માર્ગદર્શન પ્રાપ્ત થશે.
GCCI દ્વારા આયોજિત અગાઉના ટેક્સટાઇલ કોન્ફ્લેવ વિશે માહિતી-
પ્રથમ ટેક્સટાઇલ લીડરશિપ કોક્લેવ (23 એપ્રિલ 2022)
GCCI દ્વારા આયોજિત પ્રથમ ટેક્સટાઇલ કોન્ફ્લેવ માં -27- જેટલા અગ્રગણ્ય રાષ્ટ્રીય અને પ્રાદેશિક ટેક્સટાઇલ એસોસિએશનના મોવડીઓ ને વિવિધ સરકારી અધિકારીઓ સાથે વાર્તાલાપ માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રીમતી દર્શનાબેન જરદોશ, માનનીય કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી, શ્રી જગદીશભાઈ પંચાલ, માનનીય ઉદ્યોગ મંત્રી ગુજરાત સરકાર, સુશ્રી રૂપ રાશિ મહાપાત્રા, IA&AS, ટેક્સટાઇલ કમિશનર, ભારત સરકાર અને ડૉ. મુંજાલ દવે, ઉદ્યોગ અધિકારી, ગુજરાત સરકાર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સફળ કોન્ફ્લેવે સરકારશ્રી અને ટેકસટાઇલ ઉદ્યોગ વચ્ચે વર્તમાન પરિબળો, FTAs, વૃદ્ધિ યોજનાઓ, પ્રોત્સાહનો અને સબસીડી, કરવેરા અને કાપડ ઉદ્યોગ માટે કપાસ ઉત્પાદન જેવા વિવિધ વિષયો પર પરિસંવાદનો અવસર પૂરો પાડ્યો હતો કોન્કલેવના વક્તાઓમાં કાપડ ઉદ્યોગના અગ્રણીઓનો સમાવેશ થયો હતો જેઓએ તેમના વ્યવસાય જૂથોની સફળતા વિષે વાત કરી હતી. (અરવિદ ગ્રુપ), શ્રી રાજેશ માંડવેવાલા (વેલસ્પન ગ્રુપ). અને શ્રી રોહિત પાલ (ઇન્ફિલૂમ). આ અગ્રણી હતા : શ્રી પુનિત લાલભાઈ શ્રી રાજેન્દ્ર અગ્રવાલ (ડોનર ગ્રુપ). શ્રી મોહન કાવરી (સુપ્રીમ ગ્રુપ).
દ્વિતીય ટેક્સટાઇલ લીડરશિપ કોન્ફ્લેવ (8મી એપ્રિલ 2023)
આ કોન્ફ્લેવમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફ્લેવ દરમિયાન, ઇન્ડસ્ટ્રી કનેકિટવિટી અને વૃદ્ધિને વધારવા માટે નવ પ્રોડકટ કેટેગરીમાં 6,000થી વધુ કંપનીઓની પ્રોફાઇલ દર્શાવતી ટેક્સટાઇલ ડિજિટલ ડિરેક્ટરી લોન્ચ કરવામાં આવી હતી. આદરણીય શ્રીમતી દર્શનાબેન જરદોશ, માનનીય કેન્દ્રીય કાપડ અને રેલ્વે રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં આયોજિત ટેક્સટાઇલ ઇન્ટરેકિટવ મીટ ખુબ જ એસોસિએશન જોડાયા હતા. ઇન્ટરેક્ટિ ‘ હેતુપૂર્ણ સાબિત થ થઇ હતી. આ મીટમાં દેશભરના અગ્રણી ટેક્સટાઇલ ઇન્ટરેકિટવ સત્રમાં ચર્ચા કરાયેલા મુખ્ય વિષયોમાં ઉત્પાદકતામાં વધારો, ખાદી અને બ્રાન્ડ કસ્તુરીને પ્રોત્સાહન આપવું અને કાપડ ઉદ્યોગમાં આવશ્યક કૌશલ્ય અને જ્ઞાન વિકાસ દ્વારા કર્મચારીઓની તાલીમમાં સુધારો કરવા અંગેના વિષયોનો સમાવેશ થયો હતો.
આ કોન્કલેવમાં આ વક્તાઓ હતા. શ્રી કુલીન લાલભાઈ (અરવિંદ લી), શ્રી સંતોષ બંથિયા (સિટીઝન અમ્બ્રેલા મેન્યુફેક્ચરર્સ લિ.), ડૉ.શરદ સરાફ (ટેકનો ક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ), શ્રી સંજય જૈન (ટીટી લિ.) શ્રી પ્રશાંત અગ્રવાલ (વઝીર એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ) અને શ્રી કૌશલ શાહ (લુઈસ ડ્રેસ કંપની) આ છ અગ્રણી વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ તેમના વ્યવસાય જૂથોની સફળતા વિષે વાત કરી હતી.