નીતા લીંબાચિયા, અમદાવાદ.
25 જૂન 2024:
કલર્સ ગુજરાતી શ્યામ ધૂન લાગી રે સાથે ગુજરાતી મનોરંજનમાં નવો દાખલો બેસાડવા માટે સુસજ્જ છે. ચેનલના અનોખા શોમાં પહેલી જ વાર દર્શકોને ભક્ત કી કહાની ભગવાન કૃષ્ણ કી ઝુબાની જોવા મળશે.
નવા પ્રોમોમાં દર્શકોને આદિ કવિ નરસિંહ મહેતા જોવા મળશે (પરેશ ભટ્ટ પાત્ર ભજવશે), જે 15મી સદીના કવિ- સંત જન્મથી જ મૂગા હોવા છતાં તેમની નિર્દોષતાથી પરિવાર બહુ જ અભિભૂત હતો. તેમનાં દાદી (નીલુ વાઘેલા) શ્રદ્ધાનો નાનામાં નાના ગણગણાટ પણ ભગવાન કૃષ્ણ સુધી પહોંચી શકે છે એવું માનીને ચમત્કાર માટે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરતાં હતાં.
નરસિંહનાં દાદી બાની ભૂમિકા ભજવવા વિશે ભારે રોમાંચિત નીલુ વાઘેલા કહે છે, “આ હૃદયસ્પર્શી વાર્તાનો હિસ્સો બની શકી તે મારે માટે ગૌરવની લાત છે. શ્યામ ધૂન લાગી રે સાથે કલર્સ ગુજરાતી સારે મારું પ્રથમ જ જોડાણ છે અને હું ઉત્સુકતાથી શો પ્રસારિત થવાની વાટ જોઈ રહી છું.
મારું દાદી બાનું પાત્ર નરસિંહ અને ભગવાન કૃષ્ણમાં તેની અખૂટ શ્રદ્ધાને ટેકો આપે છે, જે શ્રદ્ધામાં કોઈ પણ પડકારમાંથી બહાર આવવાની શક્તિ હોવાનું દર્શાવે છે. આ શો ગુજરાતી કન્ટેન્ટ માણતા દરેકને ગમશે.”
જોતા રહો શ્યામ ધૂન લાગી રે 15મી જુલાઈ 2024, સોમવારથી રવિવાર સાજે 7:30 વાગ્યે રોજ માત્ર , ફક્ત કલર્સ ગુજરાતી પર
#bharatmirror #bharatmirror21 #news #colorsgujarati #shyamdhoonlagire #bhagwankrishnakizhubani #ahmedabad