નીતા લીંબાચિયા, અમદાવાદ.
30 મે 2024:
સ્પોર્ટ્સ ક્લબની 6ઠ્ઠી સપ્ટેમ્બર 2022 ના રોજ યોજાયેલી 59મી વાર્ષિક સાધારણ સભામાં પ્રવેશ ફી પર સર્વિસ ટેક્સ ચૂકવનાર સભ્યોને રિફંડ કરવાની જાહેરાત કરી હતી અને પસાર કરેલ ઠરાવ મુજબ વર્ષ 2005 થી જુલાઈ 2017 ની વચ્ચે 2511 સભ્યોએ પ્રવેશ ફી પર સર્વિસ ટેક્સ ચુકવેલ અને તેઓ રિફંડ મેળવવા માટે પાત્ર છે,
જેની રકમ આશરે રૂ. 5,47,00,000/- થાય છે. 20/5/2024 સુધી માં 243 સભ્યો ને રૂ. 75,62,984/- ક્લબે સર્વિસ ટેક્સની રકમ રિફંડ કરેલ છે.
સર્વિસ ટેક્સ વિભાગ પાસે થી પરત આવેલ રકમ સ્પોર્ટ્સ ક્લબ એકાઉન્ટમાં છે, અને મળવા પાત્ર સર્વિસ ટેક્સની રકમ પરત માંગવા માટેની પ્રક્રિયા હાલ માં પણ ચાલુ જ છે અને તેના માટે કોઈ સમય મર્યાદા નથી.
#bharatmirror #bharatmirror21 #news #sportsciub #ahmedabad