નીતા લીંબાચિયા, અમદાવાદ.
14 મે 2024:
તેનું ટ્રેલર લોન્ચ થયું ત્યારથી દુનિયાભરના ચાહકો જોન ક્રેસિંસ્કીની વહાલી એનિમેટેડ ફિલ્મ ઈમેજિનરી ફ્રેન્ડ્સ (આઈએફ) સાથે પ્રેમમાં પડ્યા છે. જોન ક્રેસિંસ્કી દ્વારા લિખિત અને દિગ્દર્શિત ઈમેજિનરી ફ્રેન્ડ્સ છોકરી વિશેની વાત છે, જેને એવી જાણ થાય છે કે તે દરેક કાલ્પનિક મિત્રોને જોઈ શકે છે અને આ મહાશક્તિ સાથે તે શું કરે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે. તે તેમના સંતાનના ભુલાયેલા આઈએફ સાથે પુનઃજોડાણ કરવાના ચમત્કારી સાહસ પર નીકળી પડે છે.
આ ફિલ્મ સાથે બાળકો આપોઆપ આકર્ષિત થાય છે, પરંતુ આ ફિલ્મ લોકોને તેમના બાળપણની દુનિયામાં પણ લઈ જાય છે. વાર્તા વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેની રેખા ભૂંસી નાખે છે. જોકે આ મંત્રમુગ્ધ કરનારી વાર્તા માટે જોનની પ્રેરણા કોણ છે તે આંચકાજનક નથી, પરંતુ તેના પોતાના સંતાન છે!
તેઓ કહે છે, “હું હંમેશાં તેમને માટે ફિલ્મ બનાવવા માગતો હતો. એમિલી કહે છે કે ક્વાયટ પ્લેસ મુવીઝ તેમને માટે પીજી-40 છે, જેથી તેઓ લાંબા સમય માટે તેમને જોઈ નહીં શકે. મહામારીના વહેલા દિવસો દરમિયાન મને મારી તે સમયની 8 વર્ષની અને 6 વર્ષની પુત્રીઓ સાથે ભરપૂર સમય વિતાવવા મળ્યો અને તેમની કલ્પનાની શક્તિ જોવા મળી. જોકે મહામારી પતી ગયા પછી મેં તેમની અંદર નવો સંચાર જુઓ. તેઓ ઊર્જા અને રોમાંચથી ભરચક હતા, પરંતુ દરેક બાબત વિશે વધુ સાવચેત બની ગયા હતા.”
આપણી આસપાસ ઘેરાયેલી પરીકથાઓથી રોમાંચિત આપણે વહેલા બાળપણથી કેવા છીએ તે વિશે તેઓ ઉમેરે છે, “મને લાગ્યું કે જો તે સર્વ અદભુત ચમત્કાર તમે તમારા અસલ જીવનમાં લાવી શકો તો કેટલું સારું થશે? જો આ ફિલ્ વિશે હું લોકો માટે કાંઈક છોડવા માગતો હોય તો તે કશું મોટામાં અને સુંદરમાં વિશ્વાસ રાખો, જે વાસ્તવમાં તમને અન્ય દિવસો થકી પસાર કરી શકે. હું આ પ્રકારની વાર્તા હંમેશાં કહેવા માગતો હતો.”
ઈમેજિનરી ફ્રેન્ડ્સમાં કેલી ફ્લેમિંગ, રાયન રેનોલ્ડ્સ, જોન ક્રેસિંસ્કી, ફિયોના શો છે, જ્યારે અવાજ ફોબ વોલર- બ્રિજ, લુઈસ ગોસેટ જુ. અને સ્ટીવ કેરલે આપ્યો છે, જેમની સાથે ઘણાં બધાં અજોડ પાત્રો બાળકોની કલ્પનાની અતુલનીય શક્તિ પ્રદર્શિત કરે છે.
તો ઈમેજિનરી ફ્રેન્ડ્સમાં તમારા બાળપણમાં પાછા જવાની તક ચૂકશો નહીં, 17મી મેથી થિયેટરોમાં આવી રહી છે.
#bharatmirror #bharatmirror21 #news #ifcinemas #johnkrasinski’s #beloved #animatedfilm #imaginaryfriends #ahmedabad