ગ્રાફિક ઈન્ડિયા અને આર્કા મિડિયા પ્રોડકશન, એસ.એસ. રાજામૌલી અને શરદ દેવરાજન દ્વારા નિર્મિત બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ ખાસ ડિઝની+ હોટસ્ટાર 17મી મે, 2024થી સ્ટ્રીમ થશે
નીતા લીંબાચિયા, અમદાવાદ.
08 મે 2024:
નગર મેં ઢિંઢોરા પીટવા દો ક્યૂં કી આપકે શહર આ ગઈ હૈ બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ કી ટીમ. આજે ડિઝની+ હોટસ્ટાર દ્વારા તેમની આગામી એનિમેટેડ સિરીઝની દુનિયા – બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડની ટીમ સાથે એએમબી સિનેમાઝ, હૈદરાબાદ ખાતે બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ દુનિયા સમક્ષ લાવી રહી છે. આગામી એનિમેટેડ સિરીઝ તમને સમ્રાટના જંગના પૌરાણિક પ્રવાસે પાછળ લઈ જાય છે, જ્યાં બાહુબલી અને ભલ્લાદેવા ખતરા સામે મહિષ્મતીનું મહાન શાસન અને સિંહાસનનું રક્ષણ કરવા માટે હાથ મેળવે છે. ગ્રાફિક ઈન્ડિયા અને આર્કા મિડિયાવર્કસ પ્રોડકશન પ્રા. લિ. અને દીર્ઘદ્રષ્ટા ફિલ્મકારો એસ. એસ. રાજામૌલી, શરદ દેવરાજન અને શોબુ યારલાગડ્ડા દ્વારા નિર્મિત, જીવન જે. કાંગ અને નવીન જોન દ્વારા દિગ્દર્શિત અને નિર્મિત સિરીઝ 17મી મે, 2024થી આરંભ કરતાં ડિઝની+ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવા માટે સુસજ્જ છે.
ઈવેન્ટ ખાતે હાજર ડિઝની+ હોટસ્ટાર અને એચએસએમ એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક, ડિઝની સ્ટારના હેડ ગૌરવ બેનરજીએ જણાવ્યું હતું કે, “ડિઝની+ હોટસ્ટાર ખાતે અમે હંમેશાં દેશભરના લોકોને સ્પર્શે તેવી વાર્તાઓ રહેવામાં વિશ્વાસ રાખીએ છીએ અને બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ સાથે અમે એનિમેશનને નવી ઊંચાઈએ લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. દંતકથા સમાન ફિલ્મકાર એસ. એસ. રાજામૌલી સાથે જોડાણ અને ગ્રાફિક ઈન્ડિયા સાથે અમારી દીર્ઘ સ્થાયી ભાગીદારી તે દિશામાં પગલું છે. બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ તમે બાહુબલી ફ્રેન્ચાઈઝના ચાહકો હોય કે પહેલી વાર શો અનુભવવા માગતા હોય, બધા માટેનો શો છે. તે બધા માટે ભૂખ છે.”
ઈવેન્ટ ખાતે હાજર બાહુબલીની દુનિયાના ક્રિયેટર એસ. એસ. રાજામૌલીએ જણાવ્યું હતું કે, “હૈદરાબાદ મારા મનમાં વિશેષ સ્થાન ધરાવે છે, કારણ કે આ શહેરમાં બાહુબલી ફ્રેન્ચાઈઝ નિર્માણ કરાઈ છે. હવે ‘બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ’ સાથે બાહુબલીની ગાથામાં નવો અધ્યાય રજૂ કરવાની લાગણી સુંદર છે. ગ્રાફિક ઈન્ડિયા, આર્કા મિડિયાવર્કસ અને ડિઝની+ હોટસ્ટાર સાથે જોડાણ અતુલનીય અનુભવ છે, કારણ કે ભારતમાં જૂનું એનિમેશન નિર્માણ કરવાની તેમની લગની અને સમર્પિતતા ખરેખર પ્રેરણાત્મક છે. એકત્ર મળીને અમે એવી વાર્તા ઘડી કાઢી છે, જે બાહુબલી વિશ્વને વિસ્તારવા સાથે તેના પૌરાણિક એનિમેશન, ભાવનાત્મક ઊંડાણ અને કોમ્પ્લેક્સ પાત્રો સાથે દર્શકોને મોહિત કરવાનું વચન પણ આપે છે. તો ડિઝની+ હોટસ્ટાર પર બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડમાં માતૃભૂમિને બચાવવા માટે મહિષ્મતીના દંતકથા સમાન યોદ્ધાઓ એકત્ર આવે છે ત્યારે સમ્રાટો વચ્ચે જંગ જરૂર જુઓ.”
બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડના કો-ક્રિયેટર, લેખક અને નિર્માતા શરદ દેવરાજને જણાવ્યું હતું કે, “બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડને જીવંત લાવવું તે ગ્રાફિક ઈન્ડિયા ખાતે અમારા બધાને માટે મંત્રમુગ્ધ કરનારો પ્રવાસ છે. અમે આ પ્રોજેક્ટની શરૂઆત કરી ત્યારે બાહુબલી ફ્રેન્ચાઈઝનો વારસો અકબંધ રાખતી એનિમેટેડ સિરીઝ નિર્માણ કરવા માટે અમારે માથે મોટી જવાબદારી છે તે અમે જાણતા હતા. દીર્ઘદ્રષ્ટા ફિલ્મકાર એસ. એસ. રાજામૌલી સાથે જોડાણ અમારે માટે ખરેખર સન્માનજનક છે અને તેમની પ્રેરણા અને ટેકા સાથે અમે ચાહકો બાહુબલીની દુનિયામાં વધુ ઊંડાણમાં જાય, મહિષ્મતીની અકથિત વાર્તાઓ અને છૂપાં રહસ્યો જાણે તે માટે વાર્તા ઘડવા અથાક કામ કર્યું છે. અદભુત એનિમેટેડ વિઝ્યુઅલ્સ, કોમ્પ્લેક્સ પાત્રો અને પુખ્ત દર્શકો માટે રોચક વાર્તા ‘બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ’ ભારતીય એનિમેશનની ક્ષિતિજમાં નવો દાખલો બેસાડશે અને ડિઝની+ હોટસ્ટારનો જાદુ દર્શકો અનુભવે તે જોવાની અમને ઉત્સુકતા છે.”
બાહુબલીના અવાજ પાછળનો પુરુષ અને અભિનેતા શરદ કેળકર કહે છે, “મેં ઘણાં બધાં પાત્રો માટે અવાજ આપ્યાં છે, પરંતુ બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ આ ફ્રેન્ચાઈઝ સાથે મારા દીર્ઘ જોડાણને કારણે મારા મનમાં વિશેષ સ્થાન ધરાવે છે. બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ આ ફ્રેન્ચાઈઝની ચાહકો તેમ જ નવા દર્શકો માટે પણ સંપૂર્ણ નવી ઊંચાઈએ લઈ જાય છે. આ પાત્રમાં પ્રાણ ફૂંકવો કે ફરી એક વાર સુખદ લાગણી છે. મેં અગાઉ ક્યારેય નથી જોઈ તેવી સંપૂર્ણ નવી દુનિયામાં પ્રવેશવા જેવું છે અને હું દર્શકો આ મેમાં ડિઝની+ હોટસ્ટાર પર જુએ તે જોવા માટે ઉત્સુક છીએ!”
~ બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ સાથે બાહુબલીના વારસામાં નવો અધ્યાય જોવા માટે તૈયાર રહો, 17મી મે, 2024થી ડિઝની+ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે
#bharatmirror #bharatmirror21 #news #disney #hotstar #crownofblood #baahubali #ahmedabad