નીતા લીંબાચિયા, અમદાવાદ.
17 એપ્રિલ 2024:
લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ તથા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન, ખૂબ જ જરૂરિયાત મંદ ગરીબ દર્દીઓ માટે ડો. ભીમરાવ આંબેડકરજી ની જયંતિ નિમિત્તે તારીખ 14/04/24, રવિવાર સવારે 9.30 થી 1.30 શુધી, સંત રોહિતદાસ હોલ સરસપુર, કરવામાં આવ્યું.
મોતિયા ના ઓપરેશન નેત્રમણી સાથે ફેકો પદ્ધતિથી,અન્ય રોગના ડોક્ટરો દ્વારા નિદાન ફ્રી કરવામાં આવ્યું,આર્યુવેદિક અને હોમિયોપેથી ડોક્ટરો દ્વારા તપાસ અને દવાઓ નિશુલ્ક આપવામાં આવી.
સાલ હોસ્પિટલના ડોક્ટર શ્રીઓ દર્દીઓને તપાસ્યુ અને. અમદાવાદ ડેન્ટલ કોલેજ દ્વારા નિશુલ્ક ચેકઅપ કરવામાં આવ્યું. અન્ય ડોક્ટરો તેમની સેવાઓ નિશુલ્ક આપી.
ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો.
#bharatmirror #bharatmirror21 #news #lionsclubofahmedabadfort #lionsclubofahmedabadjodhpurhill #medicalcamp #blooddonationcamp #ahmedabad