નીતા લીંબાચિયા, અમદાવાદ.
12 એપ્રિલ 2024:
લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ તથા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન, ડો.ભીમરાવ આંબેડકરજી ની જયંતિ નિમિત્તે તારીખ 14/04/24, રવિવાર સવારે 9.30 થી 1.30 શુધી, સંત રોહિતદાસ હોલ સરસપુર, કરવામાં આવ્યું છે.
મોતિયા ના ઓપરેશન નેત્રમણી સાથે ફેકો પદ્ધતિથી તદ્દન ફ્રી કરવામાં આવશે, અન્ય રોગના ડોક્ટરો નિદાન ફ્રી કરશે. આર્યુવેદિક અને હોમિયોપેથી ડોક્ટરો દ્વારા તપાસ અને દવાઓ નિશુલ્ક આપવામાં આવશે, સાલ હોસ્પિટલના ડોક્ટર શ્રીઓ દર્દીઓને તપાસસે અને જે દર્દી જોડે મહાકાડે હશે તેમને ઓપરેશન નિશુલ્ક કરવામાં આવશે.
અમદાવાદ ડેન્ટલ કોલેજ દ્વારા નિશુલ્ક કરવામાં આવશે, દાંતની સફાઈ કરવી હશે તેમને રાહત દરે સેવા પૂરી પાડવામાં આવશે. અન્ય ડોક્ટરો તેમની સેવાઓ નિશુલ્ક આપશે. આપ શ્રી આપની આસપાસ રહેતા દર્દીને આ કેમ્પનો લાભ અપાવી સેવામાં સભાગી થવા વિનંતી,
#bharatmirror #bharatmirror21 #news #lionsclubofahmedabad #jodhpurhill #medicalcamp #blooddonationcamp #ahmedabad