નીતા લીંબાચિયા, અમદાવાદ.
04 એપ્રિલ 2024:
GCCI એ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC) સાથે સંયુક્ત રીતે 3જી એપ્રિલ, 2024 ના રોજ “ફેમિલી બિઝનેસ એન્ડ ટ્રાન્ઝિશન” પર સેમિનારનું આયોજન કર્યું હતું.
આ સમયે થીમ સેટિંગ કરતા ICC ના પ્રમુખ શ્રી અમેયા પ્રભુએ ઉલ્લેખ કર્યો હતો કે, વર્તમાન ટ્રેડ તેમજ ઇન્ડસ્ટ્રી ના જટિલ સમયમાં તેમજ જયારે અનેક પારિવારિક વ્યવસાયો પેઢીઓ સુધી ટકી રહેલ છે તેમજ વિકાસ પામી રહેલ છે ત્યારે તે બાબત ખુબ જ અગત્યની બની રહે છે કે નવી પેઢી તરફ જે તે વ્યવસાયનું વ્યવસ્થિત ટ્રાન્ઝીશન થાય. તેઓએ તે બાબત પર ભાર મૂક્યો હતો કે આજનો સેમિનાર તમામ સહભાગીઓ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
આ પ્રસંગે જીસીસીઆઈના પ્રમુખ શ્રી અજયભાઈ પટેલે તેઓના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, જીસીસીઆઈ અને ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એક એમઓયુ પર હસ્તાક્ષર કરી રહ્યા છે જે બંને સંસ્થાઓ માટે પરસ્પર ફાયદાકારક સાબિત થશે તેમજ એકબીજાની શક્તિઓને પૂરક બની રહેશે. તેઓએ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ, ગુજરાત ચેપ્ટરના અધ્યક્ષ તરીકે જીસીસીઆઈ ના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી પથિકભાઈ પટવારી ની નિમણૂક માટે તેઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા અને ઉમેર્યું હતું કે આગામી વર્ષમાં શ્રી પથિકભાઈનું નેતૃત્વ ટ્રેન્ડ સેટિંગ સાબિત થશે. તેમણે ખાસ કરીને વર્તમાન સમયમાં ઉત્તરાધિકાર આયોજનના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમજ ઉલ્લેખ કર્યો હતો કે ઉત્તરાધિકાર આયોજનમાં એ સુનિશ્ચિત કરવાની પણ જરૂર છે કે ભવિષ્યના વર્ષો માટે સક્ષમ નેતૃત્વ તૈયાર થાય. તેમણે આ કાર્યક્રમમાં જાણીતા ખેતાન એન્ડ કંપનીની સહભાગિતાની પ્રશંસા કરી હતી.
મિસ. બીજલ અજિંક્ય, પાર્ટનર અને હેડ, પીસીપી, ખેતાન એન્ડ કંપનીએ ઉત્તરાધિકાર આયોજનના મહત્વ અને હેતુ પર ખાસ પ્રેઝન્ટેશન કર્યું હતું.
કૌટુંબિક વ્યવસાયમાં ઉત્તરાધિકાર પર પેનલ ચર્ચા દરમિયાન, શ્રી સિદ્ધાર્થ શાહ, ભાગીદાર, ખેતાન એન્ડ કંપની, શ્રી રાજીવ ગાંધી, સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર, હેસ્ટર બાયોસાયન્સ, શ્રી સમીર મિસ્ત્રી, ચેરમેન સુપરનોવા એન્જિનિયર્સ લિમિટેડ, શ્રી આશિષ સોપારકર, મેનેજિંગ ડિરેક્ટર, મેઘમણી ઓર્ગેનિક, શ્રી ગણપતરાજ ચૌધરી, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, રિદ્ધિ સિદ્ધિ ગ્લુકો બાયોલ્સ અને શ્રી જીનંદ શાહ, MD અને CEO, ઓનલાઈન પીએસબી લોન્સે કૌટુંબિક વ્યવસાયમાં ઉત્તરાધિકાર આયોજનના મહત્વ વિશે તેમના પોતાના અનુભવ અને મંતવ્યો શેર કર્યા.