નીતા લીંબાચિયા, અમદાવાદ.
08 એપ્રિલ 2024:
ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમ માં ગુજરાતના વિવિધ જીલ્લાઓમાંથી ૧૩૧ કલા સાધકોને જેને રાજ્યની ઐતિહાસિક અને સાંસ્કૃતિક બાબતોને લોકો સમક્ષ ઉજાગર કરવા સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તે મહાનુભાવોને બીરદાવવામાં આવ્યા હતા.
જેમાં જાણીતા યુવા જ્યોતિષી જેમને જ્યોતીષ, સંસ્કૃત અને સનાતન સંસ્કૃતિના દેશ-વિદેશમાં અનેક કાર્યો કર્યા છે, અનેક સંસોધનો કરી લોક ભોગ્ય બનાવ્યા છે તેને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, અધિક કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, આંબેડકર યુનિ. વાઈસ ચાન્સેલરશ્રી અમિબેન ઉપાધ્યાય, જાણીતા કલાકાર મકરંદ શુકલા, ઇતિહાસવિદ્દ ડૉ. વિશાલ જોશી, કલાતીર્થનાં અધ્યક્ષશ્રી રમણિકભાઈ ઝાપડિયા, જાણીતા સામાજીક કાર્યકર્તાશ્રી મિત્તલબેન પટેલ સહીત ગુજરાતભરમાંથી આવેલા કલાસાધકો હાજર રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #atulyvarso #dr.dharmikjanardanpurohit # indentityawards #ahmedabad