નીતા લીંબાચિયા, અમદાવાદ.
22 માર્ચ 2024:
ભારતમાં ફાર્માસ્યુટિકલ્સમાં લેન્ડસ્કેપનો પાયો નાખનાર કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડો. રાજીવ આઇ મોદીને “એશિયાના સૌથી આશાસ્પદ બિઝનેસ લિડર્સ”માં સ્થાન આપવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠા માનનીય ડો મોદીના દૂરંદેશી નેતૃત્વ અને શ્રેષ્ઠ કામગીરીની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
લાંબા સમયથી ડો મોદી કેડિલા ફાર્માસ્યુટિકલ્સના વિકાસ અને વિસ્તરણ માટે કટિબદ્ધ રહ્યાં છે. ઇન્ડસ્ટ્રીમાં નવીનતાને આકાર આપ્યો છે. તેમના કુશળ નિતૃત્વમાં કંપનીએ પ્રગતિ કરી છે અને વૈશ્વિક સ્તરે હેલ્થકેરમાં લેન્ડસ્કેપ બન્યા છે.
મુંબઇ ખાતે યોજાયેલ ભવ્ય સમારોહમાં સમગ્ર ભારતમાંથી ઉદ્યોગપતિઓ હાજર રહ્યાં હતા. ડો મોદીની સિદ્ધીઓ અહીં રજૂ કરવામાં આવી હતી. સાથે આ પ્રતિષ્ઠિત સમારોહમાં ડો રાજીવ મોદીએ વર્ષ 2023-24ના “એશિયાના સૌથી આશાસ્પદ બિઝનેસ લિડર્સ”ના સન્માનને ખૂબ જ આદરથી સ્વિકાર કર્યો હતો.
આ પ્રસંગે ડો રાજીવ મોદીએ કેડિલા પરિવાર સહિત તમામનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારત અને બહાર સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાની દવાઓ પહોંચાડવાની કંપનીની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. કેડિલા ફાર્માસ્યુટિકસ્લ માટે નવીનતા તે માત્ર નવી દવાઓની શોધ જ નથી. પરંતુ હેલ્થકેર સેક્ટરના ધોરણોને જાળવી રાખવાનું મિશન પણ છે.
વધુમાં ડો મોદીને તેમની અસાધારણ કામગીરી બદલ “બિઝનેસ લિડર ઓફ ધ યર” થી સન્માનિત કરાયા હતા. કેડિલા ફાર્માસ્યુટિકલ્સની સિનિયર ટીમ દ્વારા આ એવોર્ડ સ્વિકારવામાં આવ્યો હતો. ડો મોદીના માર્ગદર્શન હેઠળ કંપનીની સામૂહિક જીતનું આ પ્રતિક છે.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સની સફરમાં ડો રાજીવ મોદીનું નેતૃત્વ દીવાદાંડી સમાન છે. તેમના સતત માર્ગદર્શનને કારણે કંપનીએ હેલ્થકેર સેક્ટરમાં નવીનતા લાવવા સાથે સફળતા હાંસલ કરી છે.
#bharatmirror #bharatmirror21 #news #cadilapharma #cmd-dr.rajivmodi #ahmedabad