ટીટીઈસી વેલનેસ વોકે તેની 21 આવૃત્તિઓના માધ્યમથી 70 એનજીઓ માટે રૂ. 10.54 કરોડનું ભંડોળ એકત્ર કર્યુ છે.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
15 ફેબ્રુઆરી 2024:
શહેરના સોશિયલ કેલેન્ડરમાં જેની સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવાય છે તે 22મી વાર્ષિક ટીટીઈસી વેલનેસ વોક – 2024, આ વર્ષે 18 ફેબ્રુઆરીએ યોજાશે. આ વર્ષે એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં યોજાનારી આ વોકના વિવિધ એનજીઓ માટે લોક ભાગીદારીની મદદથી આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવી અને ભંડોળ એકત્ર કરવાના તેના બે હેતુઓ યથાવત જાળવી રાખવામાં આવ્યાં છે.
2003માં એક મનોરંજક પ્રવૃત્તિ તરીકે શરૂ કરાયેલી આ ચેરિટી વોક હવે દર વર્ષે હજારો સહભાગીઓના ભાગ લેવાના કારણે શહેરની એક મહત્વપૂર્ણ અને ખૂબ જ રાહ જોવાતી ઇવેન્ટ બની ગઈ છે. તે વ્યક્તિગત યોગદાન અને કોર્પોરેટ સ્પોન્સરશિપના સમર્થન દ્વારા તેના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવામાં અત્યંત સફળ રહી છે.
છેલ્લાં 21 વર્ષ દરમિયાન આ વોકમાં 95,800+થી વધુ સહભાગીઓ અને 280 સ્પોન્સરો ભાગ લઈ ચૂક્યા છે, જેમના દ્વારા 70 NGOs માટે 10.54 કરોડ રૂપિયા એકત્ર કરવામાં મદદ કરાઈ હતી.
ટીટીઈસીના ઈન્ડિયા ઓપરેશન્સના વાઈસ પ્રેસિડેન્ટ બિજુ પિલ્લાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “22મી વાર્ષિક TTEC વેલનેસ વોકની જાહેરાત અમારા માટે અત્યંત ગર્વ અને આનંદની ક્ષણ છે. છેલ્લા 21 વર્ષોમાં, અમારા ગ્રાહકો, પ્રાયોજકો અને સમુદાયના ઉદાર યોગદાન અને સમર્થન સાથે, અમે 70 સ્વૈચ્છિક સંસ્થાઓ માટે રૂ. 10.5 કરોડનું ભંડોળ એકત્ર કરવામાં સફળ રહ્યાં છીએ. આ વર્ષે અમે 4 એનજીઓની ઓળખ કરી છે જેઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા વંચિત ગ્રામીણ સમુદાયોને ટેકો આપવા, વંચિત સમુદાયો માટે મૂલ્યો આધારિત ઔપચારિક અને બિન-ઔપચારિક શિક્ષણ પ્રદાન કરવા, મહિલા સશક્તિકરણ અને વિશેષ રીતે દિવ્યાંગ બાળકો માટે મૂળભૂત શિક્ષણ પ્રદાન કરવા જેવા વિવિધ હેતુઓ માટે અસાધારણ કામગીરી કરી રહ્યા છે. ‘અમદાવાદ વૉક્સ, ઇન્ડિયા ચેન્જ’ (જ્યારે અમદાવાદ ડગલું માંડે છે, ત્યારે ભારતમાં પરિવર્તન આવે છે) એવું અમે ગર્વભેર કહીએ છીએ. હું દરેકને વિનંતી કરું છું કે તેઓ આવે અને 18 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગ્યે વોક માટે અમારી સાથે જોડાય અને દેશના હજારો જરૂરિયાતમંદ લાયક બાળકો, મહિલાઓ અને યુવાનોના જીવનમાં પરિવર્તન લાવે.
TTEC વેલનેસ વોકની 22 મી આવૃત્તિમાં 4 કિમી વોક અને 7.5 કિમીની દોડનો સમાવેશ થાય છે. તે એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં 18 ફેબ્રુઆરીના રોજ સવારે 7:00 વાગ્યે શરૂ થશે. સહભાગીઓ ટાઉનસ્ક્રિપ્ટ પર વોક માટે ઓનલાઇન નોંધણી કરાવી શકે છે. રજિસ્ટ્રેશન માટેની ન્યૂનતમ ફી રૂ. 300 છે. કંપની નોંધાયેલા દરેક સહભાગીના રૂ.300 ની રકમને મેચ કરશે.
22મી વાર્ષિક વેલનેસ વોકના લાભાર્થી એનજીઓ અહીં દર્શાવ્યા પ્રમાણે છેઃ
• ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ સમિતિ- ગુણવત્તાયુક્ત શિક્ષણ, પાણી, સ્વચ્છતા, પર્યાવરણ, આજીવિકા, મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ વિકાસ પહેલ દ્વારા વંચિત ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવવા તથા તેમની સામાજિક- આર્થિક સ્થિતિ સુધારવા માટે માટે 1988 થી સેવા આપી રહી છે. – 80 (G)
• માનવ ગુલઝાર- 2014 માં સ્થપાયેલ આ સંસ્થા મૂલ્ય આધારિત ઔપચારિક અને બિન-ઔપચારિક શિક્ષણ, યુવા વિકાસ, આરોગ્ય અને પોષણ, કૌશલ્ય તાલીમ અને રોજગાર ક્ષમતા પર પ્રાથમિક ધ્યાન કેન્દ્રિત કરીને વંચિત સમુદાયોના સર્વગ્રાહી વિકાસ માટે કામ કરે છે. – 80 (G)
• ન્યૂ વે એજ્યુકેશનલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ- 2010થી અમદાવાદ નજીક ધોળકા ખાતે ફ્રીડમ ડે કેર સેન્ટર ચલાવતી આ સંસ્થા દિવ્યાંગ બાળકોને પ્રક્રિયા આધારિત શિક્ષણ, સ્પીચ થેરપી, ફિઝિયોથેરપી તથા વાલીઓના માર્ગદર્શન દ્વારા શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમ પૂરી પાડે છે. 80 (G)
• ઉત્કર્ષ- 2013 માં નોંધાયેલા આ ટ્રસ્ટનો ઉદ્દેશ કન્યાઓનું સશક્તિકરણ અને વંચિત સામાજિક જૂથોની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો અને વધુ સારા આરોગ્ય અને પોષણ, શિક્ષણ અને સર્વગ્રાહી સુખાકારી દ્વારા તેમના જીવનધોરણમાં સુધારો કરવા માટે સક્ષમ બનાવવાનો છે. – 80 (G)
મોટિફ TTEC ચેરિટી વોકની વર્તમાન આવૃત્તિ માટેના મુખ્ય પ્રાયોજકો નીચે મુજબ છેઃ
પ્લેટિનમ સ્પોન્સર્સ- એરબીએનબી
ગોલ્ડ સ્પોન્સર્સ – અજ્ઞાત, ઇબે અને ખુશી-એમ્બિયન્ટ મીડિયા પાર્ટનર
બ્રોન્ઝ સ્પોન્સર્સ – એપેક્સન ઇગ્નાઇટ, કેન્સવિલે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ-સેવી, ન્યૂ અર્બુદા બિલ્ડર્સ, પેસ્ટ કંટ્રોલ એન્ટરપ્રાઇઝિસ, સિમ્યુલેશન અને ટેલિકનેક્ટર્સ
એસોસિયેટ સ્પોન્સર્સ – બીઆઇએ કેપિટલ, બ્લેઝનેટ, સિટીશોર, ક્લેરિસ, ક્લિએન્થા રિસર્ચ, ક્રિએટિવ યાત્રા, જેડબ્લ્યુ લાઇફસ્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ, મેઘા કમ્યુનિકેશન, મસલમોન્ક, ક્યુએક્સ ગ્લોબલ સર્વિસીસ એલએલપી, રુબિક ઇન્ફોટેક પ્રા. લિમિટેડ, શેઠ ઇન્ફો, સુનિજ ફાર્મા પ્રા. લિ.
પાર્ટનર્સ- બોટલ ફોર ચેન્જ-પ્લાસ્ટિક રિસાયક્લિંગ ઇનિશિયેટિવ બિસ્લેરી, ગેલન્સ, કેલિકા બેડમિન્ટન એકેડેમી, એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, રસના, શેલ્બી મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ, ધ હાઉસ ઓફ એમજી અને વાઘબકરી ટી ગ્રુપ
એનજીઓ (NGO) ની પસંદગી પ્રક્રિયાના સિદ્ધાંતો
• તમામ ચેક સીધા લાભાર્થી એનજીઓના નામે લખવામાં આવે છે
• પછીના વર્ષમાં કોઈ એનજીઓનું પુનરાવર્તન થતું નથી
• લાભાર્થી તરીકે પસંદ કરાયેલી કોઈ પણ એનજીઓમાં મોટિફ ટી. ટી. ઇ. સી. ના નિર્દેશક તરીકે સક્રિય નથી
#bharatmirror #bharatmirror21 #news #ttec #ttecwellnsswalk-2024 #ahmedabad