નીતા લીંબાચિયા, અમદાવાદ.
17 જાન્યુઆરી 2024:
અમદાવાદની અગ્રણી કંપની સ્વીફ્ટ એજયુટેક સોલ્યુશન પ્રા.લિ, દ્વારા ભારતના યુનાઈટેડ રિપબ્લિક યો તાન્ઝાનિયાના એમ્બેસેડર હર એક્સેલન્સ હાઈ કમિશનર અનીસા કપુફી મ્બેગા ને અમદાવાદમાં આવકારવામાં આવ્યા અને તેઓ વાઈબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા તાન્ઝાનિયા ડેલિગેશનનું નેતૃત્વ કરી રહેલ છે. તેઓનું સ્વીફ્ટ એજયુટેક સોલ્યુશન પ્રા.લિ.ના સીએમડી ડૉ.વનિતા રાકેશ વ્યાસ તેમજ ડિરેક્ટર શ્રી રાકેશ વ્યાસ અને સ્વીફ્ટ હેલ્થ સોલ્યુશન પ્રા.લિ.ના ડિરેક્ટર ડો.શ્રીનાથ વ્યાસ દ્વારા ખુબ જ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું.
ગુજરાત તેની ગતિશીલ અર્થવ્યવસ્થા, ઉદ્યોગસાહસિક ભાવના અને વૈવિધ્યસભર ઔદ્યોગિક લેન્ડસ્કેપ માટે જાણીતું છે. બીજી તરફ, તાંઝાનિયા વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો, વધતી જતી વસ્તી અને વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે જે પૂર્વ અને મધ્ય આફ્રિકાના પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે. તેથી બંને પ્રદેશોની અનન્ય શક્તિઓનો ઉપયોગ કરીને, અમે સંયુક્ત ભાગીદારી બનાવી શકીએ છીએ જે આપણા સંબંધિત અર્થતંત્રો અને સમાજોને લાભ આપે છે.
તાન્ઝાનિયાના એમ્બેસેડર હર એક્સેલન્સ હાઈ કમિશનર અનીસા કપુફી મ્બેગા ગુજરાત અને તાન્ઝાનિયા વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોને ઉત્તેજન આપવા ઉત્સુક છે, જેનો હેતુ વેપાર, સામાજિક પ્રવૃત્તિઓ, શિક્ષણ અને તબીબી સેવાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.
અમારા પ્રદેશો વચ્ચેના સહિયારા મૂલ્યો અને સાંસ્કૃતિક જોડાણો પરસ્પર લાભદાયી ભાગીદારી માટે નોંધપાત્ર તકો રજૂ કરે છે. જે અમારા બંને સમુદાયોના વિકાસ અને વિકાસમાં યોગદાન આપી શકે છે.
આ મુલાકાત નો હેતુ વેપાર અને રોકાણની તકોની શોધ કરવી જે ગુજરાત અને તાન્ઝાનિયા વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત કરી શકે. તદુપરાંત આપણા પ્રદેશો વચ્ચેની સમજણ અને મિત્રતાને વધુ ગાઢ બનાવવા માટે સાંસ્કૃતિક વિનિમય, પર્યટન, શૈક્ષણિક ક્ષેત્રે ભાગીદારી, Student Exc²ange Programme અને સંયુક્ત સંશોધન અંગે પહેલની સુવિધા આપવી. તથા તબીબી ક્ષેત્રે કુશળતા, જ્ઞાન અને સંસાધનોના આદાનપ્રદાન સહિત આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં ટેક્નોલોજિકલ સહયોગને પ્રોત્સાહિત કરે છે.
આમ તેઓની આ સફર બંને દેશો વચ્ચે વ્યવસાયિક સંબંધો મજબુત કરવા તરફ એક મહત્વપૂર્ણ કડી બની રહેશે. એક વૈશ્વિક કંપની તરીકે સ્વીફ્ટ એજયુટેક સોલ્યુશન પ્રા.લિ. વિકાસ અને વિવિધ ક્ષેત્રો જેવાકે એજ્યુકેશન, હેલ્થકેર, ખાદ્યઉદ્યોગ, ખનીજ, ખેતીવાડી, કમ્પ્યુટર ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફાઈનાન્સ જેવા વિવિધ ઉદ્યોગોના વિકાસ અને આદાન-પ્રદાન દ્વારા ખુબ જ મજબૂત વ્યાપાર વિકાસના કાર્યોના આયોજનો સફળતાપૂર્વક થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. આ મુલાકાત દરમ્યાન સ્વીફ્ટ એજયુટેક સોલ્યુશન પ્રા. લી. દ્વારા ઉપરોક્ત ક્ષેત્રોના અમદાવાદ, ગુજરાતના જાણીતા વ્યવસાયિકોને આમંત્રણ પાઠવવામાં આવેલ છે જે એક ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે. જેથી બંને દેશો વચ્ચે ખુબ જ મોટા પાયે એમઓયુ થવાની શક્યતાઓ છે. આવનાર સમયમાં ઉદ્યોગો અને વિકાસની તકોને ખુબજ પ્રોત્સાહન મળી રહેશે તેવી આશા છે. આ અંગે (Ambassador Her Excellence) High Commissioner Anisa Kapufi Mbega 4નાની લાગણી વ્યક્ત કરી હતી અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.