નીતા લીંબાચિયા, અમદાવાદ.
31 જાન્યુઆરી 2024:
વલ્લભયુથ ઓર્ગેનાઈઝેશન નાં તત્વધાન માં શહેર નાં યુનિવર્સીટી વિસ્તાર માં આવેલ GMDC મેદાન ખાતે વ્રજરાજ કુમાર મહોદય શ્રી નાં અધ્યક્ષ પદે આજ રોજ શરૂ થયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ ખાતે હૈયે હૈયું હરખાય એવી ભાવિકો ની હાજરી માં સંભળાયો હિન્દુત્વ નો જયઘોષ, ભાગવત કથા નો મઁગલ પ્રારંભ પારિજાત એન્કલેટ, ઇસ્કોન થી મઁગલ પ્રસ્થાન કરી GMDC મેદાન સુધી ભાગવતજી ની ભવ્યાતિભવ્ય અને દિવ્યતમ શોભાયાત્રા નીકળી હતી.
આ શોભાયાત્રા માં પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારશ્રી નાં સાનિધ્યમાં મુખ્ય યજમાન પરિવાર શ્રી નીતિનભાઈ ગોવિંદભાઇ પટેલ તેમના ધર્મપત્ની શ્રીમતી ગીતાબેન અને પોથીજી યજમાન પરિવારો પણ જોડાયાં હતાં.ઢોલ -નગારા, બેન્ડબાજા, ઘોડા, ભજન સાંજિંદા ઓ, નૃત્ય કલાકારો, રથ, ડંકા -નિશાન, ધ્વજા-પતાકા, સહિત સુંદર પારંપરિક વસ્ત્રો માં સજ્જ મોટી સઁખ્યા માં ભગવદીજનો નાં જયઘોષ સાથે શોભાયાત્રા માર્ગ ગુંજી ઉઠ્યો હતો. જાણે કૃષ્ણ નામ થી ચારેતરફ વાતાવરણ માં વાંસળી નાં સૂર રેલાઈ રહ્યાં હોય અને ભગવત સ્મરણ સંગે હવા માં પણ ભક્તિ ની લહેર ઉઠી.
શોભાયાત્રા કથામંડપ માં પહોંચતા જ વૈષ્ણવો ની વિશાળ જનમેદની પુજ્ય શ્રી તેમજ ભાગવત પોથીજી ને આવકારવા ઉલ્લાસભેર ઉમટયાં હતાં.. આ ભવ્ય સ્વાગત સાથે આચાર્ય શ્રી નાં જયઘોષ નારા સાથે સમગ્ર વાતાવરણ પુષ્ટિમય બની રહ્યું. કથામંડપ માં પોથીજી ની પધારામણી બાદ યજમાન શ્રી ઘ્વારા પોથીજી ની પૂજા કરી સંકલ્પ લેવાં માં આવ્યો હતો…આ સાથે દિપપ્રાગટ્ય દ્વારા કથા ની શરૂઆત થઈ હતી આ પ્રસંગે vyo અમદાવાદ પાઠશાળા ની બાળકો એ મઁગલાચરણ નું પઠન કરી બધાં નાં દિલ જીતી લીધાં હતાં..
ઠાકોરજી ની નિશ્રા મા અને પૂજય જે.જે. શ્રી નાં સાનિધ્ય માં….
સુગઁધમયી કથામંડપ માં શ્રદ્ધાળુ ઓ ની ભીડ
પોથીજી પધરામણી સાથે શરૂ થયેલ સુંદર અધરસુધા રસપાન
સુવ્યવસ્થિત આયોજન
મઁત્ર મુગ્ધ કરી દેતો રસ પ્રવાહ
શ્રીજી ની વ્રજલીલા ઓ નાં અવિરત ભાવાવેશ સાથે યોગેશ્વર પૂર્ણ પુરુષોતમ શ્રી કૃષ્ણ ને ચાહી શકાય…. માણી શકાય અને પામી શકાય તેવાં ભાવપૂર્ણ વચનામૃતો થી શરૂ થયેલ ભાગવત સપ્તાહ ની વૈદીક સફર ની ગઁગોત્રી માં જેમ જેમ આગળ વધતા ગયાં…. તેમ હૃદય નાં આવરણો સર્વે ખુલતા ગયાં અને કૃષ્ણ ની નજીક જવા નું પ્રથમ ડગલું ભર્યું….
કથા માં મહાનુભાવો ની ઉપસ્થિતી સાથે અસંખ્ય ભાવિકો ની હાજરી જાણે કૃષ્ણલીલા માં “‘ગોવાળીયા ઓ ની ભીડ દીસે ભારી” અતિથિ વિશેષ શ્રી અને મુખ્ય દાતા શ્રી નાં હસ્તે જે જે શ્રી નું અભિવાદન કરવાં માં આવ્યું હતું. શ્રી નીતિનભાઈ ગોવિંદભાઇ પટેલે તેમના ધર્મપત્ની શ્રીમતી ગીતાબેન સાથે પૂજય જે. જે. શ્રી નાં દન્ડવત પ્રણામ કરી આશીર્વાદ મેળવ્યાં અને આવા ભવ્યતિભવ્ય સુંદર મઁગલ મનોરથ નાં મનોરથી બનવા નો લાભ ઉઠાવી રહ્યાં.
દરેક નાં હૃદયે વસેલ કૃષ્ણ આજ આ કથામંડપ માં ગુંજતા મધુર ધોળપદો અને કીર્તન માં સંભળાઈ રહ્યો હતો.
કથા રસપાન નાં પ્રથમ દિવસ નાં અંત ભાગ માં શ્રી ઠાકોરજી નાં રંગમહેલ મનોરથ નાં સુંદર દર્શન નો લાભ સર્વે ભક્તો એ માણ્યો. આરંભ આટલો પ્રચુર છે તો આ ભાગવત કથા પાન નાં આગળ નાં પડાવો કેટલા રસમયી બની રહેશે….!!!
-કથા નો સત્સંગ એ આપણા મન નું પોષણ કરે છે…
“શ્રી મદ ભાગવત એટલે શ્રી કૃષ્ણ નું હૃદય અને શ્રી રાધા સ્વામિનીજી નું સ્વરૂપ છે” – શ્રી વ્રજરાજ કુમાર મહોદય જી વચનામૃત જીવાત્મા અપૂર્ણ છે ભગવાન સંપૂર્ણ છે…
શ્રી કૃષ્ણ સત્તચીનાનઁદ છે…. પૂર્ણ આંનદ છે જેનું મહત્વ
સિદ્ધ કરે છે ભાગવત કથા…શ્રીમદ ભાગવત જી ની કથા એ જીવન જીવવાની રીતિ શીખવાડે છે…ભક્તિ નો માર્ગ જ જીવ ને પરમાત્મા સુધી પહોંચાડે છે.
લોમેશ જી અને ભૂશુંડ જી નાં ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે, ભગવાન ની કથા સાંભળવા થી કોઈનો પણ ઉદ્ધાર થઈ જાય છે.. એટલે ભાગવત કથા શ્રવણ શ્રેષ્ઠ છે.
#bharatmirror #bharatmirror21 #news #srimadnhagwsaptahgyanyagnkatha #srivrajarajkumarji #ahmedabad