નીતા લીંબાચિયા, અમદાવાદ.
08 જાન્યુઆરી 2024:
ગુજરાત પ્રદેશ રાજ્યના હોદ્દેદારોની મિટિંગમાં નક્કી થયા મુજબ, આજે તારીખ 8/1/2024 ને સોમવારના રોજ બપોરે 4.00 વાગે માનનીય નાયબ કલેક્ટરશ્રી બ્રહ્મભટ્ટ સાહેબને “શ્રીમદ ભાગવત ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવા” માટે

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા ગાંધીનગર જિલ્લા તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ડૉ. અશ્નભાઈ ત્રિવેદી, મહામંત્રી- શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના માર્ગ દર્શન હેઠળ તૈયાર થયો હતો.

આવેદનપત્ર આપવામાં પ્રભારી સુનિલભાઈ ત્રિવેદી, શહેર પ્રમુખ કિરીટભાઈ ઉપાધ્યાય, જીલ્લા મહામંત્રી મનોજભાઈ જોષી સહિત મોટી સંખ્યામાં બ્રહમબંધુઓ એ જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #Samasthgujaratbrahmsamaj #ahmedabad
