નીતા લીંબાચિયા, અમદાવાદ.
08 જાન્યુઆરી 2024:
આગામી 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નું ભવ્ય આયોજન થયેલ છે.

આ ઉત્સવના નિમિત્તે ઘેર ઘેર દીવા કરી ભગવાન શ્રી રામ ને અર્પણ કરવા નાં ભાગરૂપે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ નાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ એ સાદા દીવા, હાથી દીવા,મોર દીવા,કાચબા દીવા જેવા 5000 થી વધુ દીવા સંસ્થા નાં વાલીઓ, શુભેચ્છકો માટે તૈયાર કરેલ છે.

એમના બનાવેલ દીવા પ્રભુ શ્રી રામ ને ઘેર બેઠા પ્રજ્વલિત કરી ને અર્પણ કરશો.
#bharatmirror #bharatmirror21 #news #navjivancharitabletrust #dewda #ahmedabad
