કાર ગ્રાહકે કાર રીપેર નહીં કરી આપવાનો કાર કંપની પર લગાવ્યો આક્ષેપ
મહિન્દ્રાના ઓથોરાઈઝ વર્કશોપના ધાંધીયા…..
નીતા લીંબાચિયા, અમદાવાદ.
18 જાન્યુઆરી 2024:
અમદાવાદ ખાતે એક ગ્રાહકે કાર ખરીદતા કારમાં ખામી સર્જતાં રીપેર કરવા આપવા છતાંય રીપેર કરવામાં વિલંબ કરતા છેવટે ગ્રાહકે.પોતાની હેરાનગતિની વ્યથા મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી.
આ કારના માલિક પ્રતાપભાઈ કાનજીભાઈ ગોધાએ જણાવ્યું હતું કેમારી કારને 15/10/2023ના રોજ મારી કાર ન. GJ27EB6444 Mahindra Xuv 300 કાર નો અકસ્માત થયો હતો. ત્યાર બાદ મારી કાર શિવમ સેલ્સ કોર્પોરેશન પાલનપુરમાં રિપેરિંગ માટે રાખવામાં આવી ઘણી ઝંઝટ પછી, મારી કાર 12/01/2024 ના રોજ રીપેર કરવામાં આવી હતી. જો કે, જ્યારે કાર મારી પાસે આવી, ત્યારે એન્જિનમાં અવાજ આવ્યો. ટાયરોમાં અવાજ હતો, તેથી મેં વસ્ત્રાલમાં મહાલક્ષ્મી ઓટો કેરમાં તપાસ કરાવી, જે મહિન્દ્રાની ઓથોરિટી વર્કશોપ છે. મને ખબર પડી કે એન્જિન અને ટાયરમાં અવાજ છે,
તેથી 2 દિવસ પછી મારે કાર મહાલક્ષ્મી ઓટો કેરમાં રાખવા જણાવ્યું હતું.સમારકામ માટે. બાદમાં ગઈકાલે 16/01/2024 હું કાર લઈને સુરેન્દ્રનગર ગયો. ત્યાંથી પાછા ફરતી વખતે મારી કારમાં બ્રેકડાઉન થઈ જતાં મેં મહિન્દ્રા રોડ આસિસ્ટન્ટને ફોન કર્યો હતો અને તેઓની વ્યક્તિ આવીને મારી કાર સ્ટાર્ટ કરી હતી.
બાદમાં સુરેન્દ્રનગરથી અમદાવાદ આવતી વખતે કાર લગભગ 3 થી 4 વાર રોકાઈ હતી, મેં તેને સ્ટાર્ટ કરવા માટે ધક્કો માર્યો હતો અને આજે સવારથી મારી કાર બ્રેકડાઉન છે.એન્જિનિયરો આવ્યા હતા. તેણે તપાસ કરતાં તેને સ્ટાર પ્રોબ્લેમ જણાયો અને કહ્યું કે કાર વર્કશોપમાં મોકલવી પડશે. મારી કાર હજી સંપૂર્ણ રીપેર થઈ નથી!
પ્રતાપભાઈનું કહેવું છે જો હજુ પણ મારી કારને રીપેર કરવામાં નહીં આવે તો હું કાર પર પોસ્ટર લગાવી બળદગાડા સાથે બાંધીને સર્વિસ સ્ટેશન સુધી મુકવા જઈશ..
#bharatmirror #bharatmirror21 #news #mahindramotors #ahmedabad