નીતા લીંબાચિયા, અમદાવાદ.
13 જાન્યુઆરી 2024:
ઉતરાયણ ખુબજ સરસ તહેવાર છે આકાશમાં પતંગબાજી ની અનેરી મજા છે પરંતુ ઉજવણી નો ઉન્માદ બેકાબુ બને ત્યારે ચાઈનીઝ દોરી નો ઉપયોગ માનવ અને પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે ચાઈનીઝ દોરી ના કારણે હાલમાં નડિયાદ ખાતે એક માસુમ નિર્દોષ યુવતી નું ગળુ કપાઈ ગયું હોય અને તેનો ભોગ લેવાયો હોય તેવા બનાવો બન્યા છે.
માનવીય અને પશુ પક્ષીઓ માટે ઘાતક અને જીવલેણ ચાઈનીઝ દોરી નો ઉપયોગ ન કરવાની જાહેર અપીલ કરતા પ્લેકાર્ડ બેનર સાથે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ મણીનગર રેલ્વે સ્ટેશન પાસે,શાક માકૅેટ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ સામે સમાજમાં દાખલો બેસે તેવા સખત પગલા ભરવા માગણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં શ્રી જ્યોર્જ ડાયસ, ડોલીબેન દવે,રમેશ ભીલ,સંતોષ સોની,સંજય મનવાણી,રમિન્દ્રસિંહ બગ્ગા,મહેશભાઈ કડવાણણી, પુષ્પાબેન ડી કોસ્ટા, મહેન્દ્ર બીજવા,કૌશિક પ્રજાપતિ,રાજુ યાદવ,દૂરઈ સ્વામી ગ્રામીણ,વિષ્ણુ દેસાઈ, અરવિંદ પટેલ,પાર્થ કોસ્ટી,અમર ખૈરે,મહેશ જીલ્પે,આસિફ શેખ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #georgedias #chinesedraw #ahmedabad