નીતા લીંબાચિયા, અમદાવાદ.
20 જાન્યુઆરી 2024:
આજ રોજ GCCI ખાતે મ્યાનમાર દેશના કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી માનનીય ડો.ચાર્લી થાન ની આગેવાની હેઠળ મ્યાનમાર દેશના ડેલિગેશનની સાથે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે GCCI ના સિનિયર ઉપપ્રમુખ શ્રી સંદીપ એન્જીનીયરે માનનીય મંત્રી અને પ્રતિનિધિઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમણે ગુજરાતમાં વેપાર અને ઉદ્યોગને સશક્તિકરણ અને સુવિધા આપવા તેમજ અન્ય દેશોના સમકક્ષો સાથે તેમના સંપર્ક માટે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે GCCIના 70 વર્ષોના કામનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે મ્યાનમાર અને ભારત વચ્ચે સદીઓ જૂના સંસ્કૃતિ અને મિત્રતાના બંધનો અને સહયોગનો પણ ઉલ્લેખ કર્યો જે બંને રાષ્ટ્રોએ પરસ્પર સફળતા અને સમૃદ્ધિ માટે માણ્યો છે. વધુમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ મિટિંગ ગુજરાત અને મ્યાનમાર વચ્ચે વેપાર અને ઉદ્યોગ તરફ આગળ વધવા માટેના નક્કર પગલાંમાં પરિણમશે..
આ પ્રસંગે બોલતા, જીસીસીઆઈ ઈન્ટરનેશનલ ટ્રેડ ટાસ્ક ફોર્સ ના ચેરમેન શ્રી અનિલ જૈને ગુજરાતના વેપાર અને ઉદ્યોગ વિશે અને ગુજરાત અને મ્યાનમાર વચ્ચેના સંબંધો થકી વ્યાપાર-ઉદ્યોગ અંગે ઉભી થનાર અનેકવિધ શક્યતાઓ વિશે વાત કરી હતી.
માનનીય મંત્રી ડૉ. ચાર્લી થાને મ્યાનમારને ભારત સાથે ઉત્કૃષ્ટ વેપાર સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગુજરાતે કરેલી મોટી પ્રગતિ વિશે પણ વાત કરી હતી. તેમણે ગુજરાત અને મ્યાનમાર વચ્ચે વેપાર અને ઉદ્યોગને મજબૂત કરવા માટે મ્યાનમારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. તેમના સંબોધનમાં માનનીય મંત્રીએ ગુજરાતના ઉદ્યોગોને, ખાસ કરીને ટેક્સટાઇલ અને ફાર્માસ્યુટિકલ્સ સાથે સંકળાયેલા ઉદ્યોગોને મ્યાનમારમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ચર્ચા દરમિયાન, માનનીય મંત્રીએ મ્યાનમારની વધતી અર્થવ્યવસ્થા અને વ્યાપક દરિયાકાંઠા સહિતના સાનુકૂળ બાબતો પર પ્રકાશ પાડ્યો હતો.