નીતા લીંબાચિયા, અમદાવાદ.
૩ જાન્યુઆરી ૨૦૨૪:
અત્યાધુનિક ટેક્નોલોજી પ્લેટફોર્મ એરિસ ઈન્ફ્રાએ બિલ્ડિંગ અને બાંધકામ ઉદ્યોગમાં બાંધકામ પ્રક્રિયાઓને અનુકૂળ અને સરળ બનાવવાના હેતુ સાથે ઉપલબ્ધતા અને ખરીદીમાં ક્રાંતિ સર્જી છે. બુધવારે અમદાવાદથી આ ક્રાંતિને વેગ આપતાં પ્લેટફોર્મ રાષ્ટ્રીય સ્તરે શરૂ કરવામાં આવ્યું છે.
સપ્લાય ચેઈનમાં અનિશ્ચિતતાઓના વાદળોથી ઘેરાયેલા ઉદ્યોગમાં એરિસ ઈન્ફ્રાનું નવુ ઈનોવેટિવ પ્લેટફોર્મ સ્ટીલ, સિમેન્ટ, એગ્રીગેટ્સ અને કોંક્રિટ સહિત બાંધકામ સામગ્રીના સોર્સિંગ અને ખરીદી માટે વન-સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરે છે. જે પ્રોક્યુરમેન્ટ પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવતા સ્ટેકહોલ્ડર્સના ટર્નઅરાઉન્ડ સમયમાં 70% સુધીનો નોંધપાત્ર ઘટાડો કરી શકે છે, પરિણામે નોંધપાત્ર સમય અને ખર્ચની બચત થાય છે.
એરિસ ઈન્ફ્રાના કો-ફાઉન્ડર્સ રોનક મોરબિયા અને ભાવિક ખારાએ જણાવ્યું હતું કે, “એરિસ ઇન્ફ્રાનો જન્મ એ સરળ વિચાર સાથે થયો હતો કે, બાંધકામ અઘરું છે, પરંતુ ઉપલબ્ધતા આકરી હોવી જરૂરી નથી. અમે બિઝનેસની સમસ્યાઓને AI અને ડેટા સાયન્સ સોલ્યુશનમાં રૂપાંતરિત કરી છે. અમારી ગ્રાઉન્ડબ્રેકિંગ ટેક્નોલોજી અને યુનિક પ્લેટફોર્મ ઉદ્યોગને ઑટો-પાયલોટ પર મટિરિયલનો ઓર્ડર આપવા તેમજ તેમાં સામેલ મુશ્કેલીઓ દૂર કરવા સક્ષમ બનાવે છે. અમારા ઉદ્યોગ ભાગીદારોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમે રાષ્ટ્રીય સ્તરે અમારી કામગીરી શરૂ કરવા બદલ ઉત્સુક છીએ.”
એરિસ ઈન્ફ્રાના કો-પ્રમોટર તથા સાવી ગ્રુપના ફાઉન્ડર અને સીએમડી જક્ષય શાહે આ અંગે જણાવ્યું હતું કે, “કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી વિકસિત થઈ રહી છે, પરંતુ અન્ય કોઈ કંપનીએ એરિસની જેમ વન-સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ વડે બાંધકામને સરળ બનાવવાનો પ્રયાસ કર્યો નથી. ભારતમાં બાંધકામ ક્ષેત્ર જે ઝડપે વિકસી રહ્યું છે તે જોતાં આવા પ્લેટફોર્મ વર્તમાન સમયની તાતી જરૂરિયાત બન્યા છે. જેમાં ગ્રોથની અનેક તકો છે અને મને પૂરો વિશ્વાસ છે કે એરિસ ઇન્ફ્રા તેના લાઇવ RFQ પ્લેટફોર્મ સાથે ઉદ્યોગને રિ-ઈન્વેન્ટ કરવામાં સફળ થશે જેણે સ્ટાન્ડર્ડ 15 દિવસની સરખામણીમાં RFQમાંથી PO સુધીનો સમય 7 મિનિટ સુધી ઘટાડ્યો છે.”
એરિસ ઇન્ફ્રાનું મિશન બાંધકામ ઉદ્યોગમાં સમગ્ર સપ્લાય ચેઈનને ડિજિટાઇઝ કરવાનું છે, જેની શરૂઆત ટેકનોલોજીની ક્ષમતાનો ઉપયોગ કરી બિલ્ડિંગ મટિરિયલ્સ કેવી રીતે ઝડપી ઓર્ડર કરવાની ક્રાંતિ લાવવાથી શરૂ થાય છે. પ્લેટફોર્મ મટિરિયલ્સ માર્કેટપ્લેસ પૂરું પાડે છે, જે યુઝર્સને બિલ્ડિંગ મટિરિયલ્સની વ્યાપક શ્રેણીમાં સરળ ઍક્સેસ આપે છે. ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં, તેણે 2,000થી વધુ પ્રોજેક્ટ્સને અસર કરી છે, છ મિલિયન ટન મટિરિયલ્સ ઓર્ડર કરી રૂ. 1,600 કરોડની કમાણી કરી છે.
એરિસ ઇન્ફ્રાનો ઉદ્દેશ્ય ભારતનું સૌથી મોટું ઇન્ફ્રા-ટેક પ્લેટફોર્મ બનવાનું અને ટેક્નોલોજીકલ ઇનોવેશન દ્વારા બાંધકામ ઉદ્યોગનું પુનઃનિર્માણ કરવાનું છે. પ્લેટફોર્મ ગ્રાહકોને ક્રેડિટ મેળવવા માટે પણ સક્ષમ બનાવે છે. એરિસ ઈન્ફ્રા ઘણા અગ્રણી બેન્કિંગ પાર્ટનર્સ સાથે કામ કરે છે, જેનાથી તેમને ફોર્મલ ક્રેડિટ મેળવવા અને રોકડ પ્રવાહનું સંચાલન કરવામાં મદદ મળે છે.
એરિસ ઈન્ફ્રાના કો-ફાઉન્ડર શ્રીનિવાસન ગોપાલને જણાવ્યું હતું કે, “એરિસ ઈન્ફ્રાનું રાષ્ટ્રીય સ્તરે લોન્ચિંગ અમારી યાત્રાની મહત્વપૂર્ણ બાબત છે. અમે માત્ર સફળતા દર્શાવી નથી પરંતુ નફાકારકતા પણ નોંધાવી છે. એરિસ ઇન્ફ્રા એ માત્ર એક ખ્યાલ નથી, પરંતુ કરકસરપૂર્વક અને નફો કરતી લાઈવ કંપની છે. અમને વિશ્વાસ છે કે નેશનલ રોલઆઉટ સાથે, અમે ભારતીય બાંધકામ ઉદ્યોગમાં પરિવર્તન લાવવામાં નોંધપાત્ર અસર કરી શકીશું.”
1,000થી વધુ લાઇવ પ્રોજેક્ટ્સ અને દરરોજ 400+ ટ્રક લોડ મટિરિયલ્સ પૂરી પાડવા સાથે, એરિસ ઈન્ફ્રા વાસ્તવમાં બાંધકામ ઉદ્યોગ માટે ઉપલબ્ધતા અને ખરીદીમાં ક્રાંતિ લાવી રહી છે.
#bharatmirror #bharatmirror21 #news #arisinfra #ahmedabad