નીતા લીંબાચિયા, સુરત, અમદાવાદ.
08 ડીસેમ્બર 2023:
ભારતનું પ્રીમિયમ ફેશન, બ્યૂટી અને ગિફ્ટિંગ ઓમ્નિચેનલ ડેસ્ટિનેશન શોપર્સ સ્ટોપને સુરતના વાઇબ્રન્ટ શહેરમાં એનો બીજો સ્ટોર શરૂ કરવાની જાહેરાત કરવાની ખુશી છે. આ સ્ટોર સુરતમાં આશીર્વાદ હાઈ સ્ટ્રીટ, સિટી લાઇટમાં સ્થિત છે. આ નવા સ્ટોર સાથે શોપર્સ સ્ટોપ ડાયમન્ડ સિટીમાં એની રિટેલ કામગીરીનું વિસ્તરણ કરશે અને શહેરના રહેવાસીઓને ખરીદીનો વિશિષ્ટ અનુભવ પૂરો પાડશે.

શોપર્સ સ્ટોપ લિમિટેડના કસ્ટમર કેર એસોસિએટ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીઇઓ શ્રી કવિન્દ્ર મિશ્રાએ સુરતમાં કંપનીનો બીજો સ્ટોર શરૂ કરવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આ વિસ્તરણ ખરીદીનો ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરવા અમારી પ્રતિબદ્ધતાને વ્યક્ત કરે છે, તો બીજી તરફ સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ વારસો ધરાવતા શહેરનાં વૃદ્ધિ કરતાં બજારને પ્રતિબિંબિત કરે છે. અમે ટિઅર-2 અને ટિઅર-3 શહેરોમાં રહેતાં પરિવારોની વિશિષ્ટ જરૂરિયાતો પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છીએ, જેનો ઉદ્દેશ સુરતની બદલાતી પૃષ્ઠભૂમિમાં ફેશનને નવેસરથી પરિભાષિત કરવાનો અને અભિન્ન અંગ બનવાનો છે.”

સુરતના સ્ટોરમાં ગ્રાહકો શોપર્સ સ્ટોપની ખરીદીનો સંપૂર્ણ અનુભવ મેળવી શકે છે. પર્સનલ શોપર્સ એટલેકે શોપર્સમાં દરેક ગ્રાહક પર ધ્યાન આપતાં અધિકારીઓ ગ્રાહકને શ્રેષ્ઠ અને અંગત અનુભવ સુનિશ્ચિત કરશે. આ પ્રકારની સર્વિસના સમન્વય સાથે શોપર્સ સ્ટોપને વૈભવી પર્સનલ શોપર્સ લોંજ પ્રસ્તુત કરવા પર ગર્વ છે, જે વિશિષ્ટ આતિથ્યસત્કાર સાથે ઉત્કૃષ્ટ રીતે બનાવેલી છે. અમારી બ્રાન્ડના સ્ટોર્સમાંથી વિશિષ્ટ કલેક્શન્સનું વિવિધતાપૂર્ણ સિલેક્શન દરેક સિલેક્શન તમારી વિશિષ્ટ સ્ટાઇલની પસંદગીનો પડઘો પાડે છે. શોપર્સ સ્ટોપની પ્રીમિયમ મેમ્બરશિપનો પ્રોગ્રામ ફર્સ્ટ સિટિઝન ક્લબ ગ્રાહકની વફાદારી વધારવા, ગ્રાહકોને વિશિષ્ટ ફાયદાઓની દુનિયામાં લઈ જવા આતુર છે.
શોપર્સ સ્ટોપ ભારતમાં ઝડપથી વૃદ્ધિ કરતાં રિટેલ ઉદ્યોગને સેવા આપવા સતત પરિવર્તન કરે છે. સ્ટોર એકછત હેઠળ વિવિધ કેટેગરીઓમાં 500થી વધારે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને એક્સક્લૂઝિવ બ્રાન્ડ્સ ધરાવે છે. ફેશનપ્રિય લોકો માટે સ્ટોરને AND, વેરો મોડા, કવર સ્ટોરી, લેવાઇસ, પેપે, રેંગ્લર, UCB, જેક એન્ડ જોન્સ, સેલિયો, રેર રેબિટ અને પેપરમિન્ટ જેવી પ્રીમિયમ અને લોકપ્રિય બ્રાન્ડ્સ સહિત પ્રભાવશાળી રેન્જ પર ગર્વ છે. બ્યૂટી અને ફ્રેગ્રન્સીસના ઉત્સાહ માટે સ્ટોર કેરોલિના હેરેરા, પેકો રેબાન્ને, અરમાની અને પ્રાડા ઓફર કરશે. સદાબહાર ફેશનપ્રેમીઓ કેસિયો, ફોસિલ, ટોમી હિલફિગર અને ટાઇટનમાંથી આકર્ષક ચીજવસ્તુઓ ખરીદી શકે છે. ગ્રાહકોને સ્ટાઇલ અને આધુનિકતાની દુનિયાનો અનુભવ લેવા અમે આમંત્રણ આપીએ છીએ.

સ્ટાઇલ, લક્ઝરી અને અંગત સેવાની દુનિયામાં પ્રવેશ કરો. તમારા માટે ખાસ પ્રદાન કરવામાં આવેલી શ્રેષ્ઠ બ્રાન્ડ અને સેવાઓ સાથે ખરીદીનો આનંદ મેળવો. આવો, અમે તમને શોપર્સ સ્ટોપ, આશીર્વાદ હાઈ સ્ટ્રીટ, સિટી લાઇટમાં મળવા આતુર છીએ.
#bharatmirror #bharatmirror21 #news #shoppersstop #surat #ahmedabad
