બિલ્ટ એન્વાયર્નમેન્ટમાં નેટ ઝીરો વોટર હાંસલ કરવા અમદાવાદમાં 29મી ભારતીય પ્લમ્બિંગ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
05 ડીસેમ્બર 2023:
ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન (IPA) 29મી ભારતીય પ્લમ્બિંગ કોન્ફરન્સ, IPA ની મુખ્ય વાર્ષિક ઇવેન્ટની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. 21મી ડિસેમ્બરથી 23મી ડિસેમ્બર, 2023 દરમિયાન અમદાવાદમાં YMCA ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત આ કોન્ફરન્સ મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય શ્રી જગદીશ વિશ્વકર્માની રાજ્યમંત્રી સહકાર, મીઠું ઉદ્યોગ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, પ્રોટોકોલ (સ્વતંત્ર ચાર્જ), સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્ય મંત્રી), સરકાર ગુજરાતના ઉપસ્થિતિ રહેશે.
29મી ભારતીય પ્લમ્બિંગ કોન્ફરન્સની થીમ “બિલ્ટ એન્વાયર્નમેન્ટમાં નેટ ઝીરો વોટર” છે, જે બાંધકામ ક્ષેત્રે સર્ક્યુલર જળ અર્થતંત્ર હાંસલ કરવા માટે જળ સંરક્ષણ અને સસ્ટેનેબિલિટી સંબંધિત નિર્ણાયક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ કાર્યક્રમમાં અતિથિ વકતા તરીકે જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા. તેમને જળ એ જ જીવન છે વિષય ઉપર પોતાના વિચારો શેર કર્યા હતા અને દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજીને જ જળ નું જતાં કરવું જોઈએ તેના વિષે માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં તેમને જણાવ્યું હતું કે ઇન્ડિયન પ્લમ્બિંગ એસોશિયેશન પાણી બચાવો, વોટર મેનેજમેન્ટ, વોટર હાર્વેસ્ટિંગ માટે કામ કરી રહ્યું છે એ આપણા સૌની મોટી જવાબદારી છે. જો આપણે જ પાણી નો બગાડ થતો નહિ અટકાવીએ તો ભવિષ્યમાં આપણે જ પીવાના પાણી માટે તરસવું પડશે.
#bharatmirror #bharatmirror21 #news #savewater #ipa #ahmedabad