નીતા લીંબાચિયા, અમદાવાદ.
11 ડીસેમ્બર 2023:
માનવ અધિકાર દિન પ્રસંગે માનવ અધિકાર ગ્રુપ ના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ અને રમેશભાઈ ની આગેવાની હેઠળ માનવ અધિકારોની રક્ષા માટે પ્રતિજ્ઞા વાંચન સહિત પદયાત્રા યોજાઇ હતી. અને કોઇપણ ભોગે નાગરિકોના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે લડત આપવાનો મક્કમ નિર્ધાર વ્યકત કરાયો હતો.

માનવ અધિકાર દિન પ્રસંગે એક્સપ્રેસ હાઈવે થી સીટીએમ ચાર રસ્તા સુધી પદયાત્રા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના વિવિધ વર્ગના લોકો જોડાયા હતા. અને માનવ અધિકારોના રક્ષણ માટે કટિબધ્ધતા વ્યકત કરી હતી.
માનવીને શાંતિ થી જીવન વ્યતિત કરવા માટે તેમના મૂળભૂત માનવ અધિકારોનું રક્ષણ કરવુ જરૂરી છે.

કેમ કે જો માનવીના મૂળભૂત અધિકારોનું જ હનન થતું રહેશે, તો સમાજમાં કોઇ પણ સલામત નહીં રહે. એવી પણ એક લાગણી વ્યકત થઇ હતી. પદયાત્રા બાદ રેલીને ટૂંકુ સંબોધન કરવામાં આવ્યું હતું અને ગરીબો-વંચિતો પછાતો દલિતો, ઓબીસી વગેરેના મૂળભૂત માનવ અધિકારોની રક્ષા માટે મરી ફિટવાની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.
કાર્યક્રમમાં શ્રી જ્યોર્જ ડાયસ,રમેશભાઈ ભીલ, યશ ચૌધરી,સુનિલ કોરી,રાજેશ આહુજા,રાજુ પાટડીયા વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #padayatra #humanrightsday #ahmedabad
