નીતા લીંબાચિયા, અમદાવાદ.
22 ડીસેમ્બર 2023:
અમદાવાદ, ડિસેમ્બર, 2023: જાણીતા આધ્યામિક ગુરુ અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂએ ગીતા જયંતિની ઉજવણી માટે ગીતા માનીષી સ્વામી શ્રી જ્ઞાનાનંદજી મહારાજ દ્વારા કરાયેલી અપીલને સપોર્ટ કર્યો છે તથા દરેક વ્યક્તિને ભગવદ ગીતાના પવિત્ર શ્લોકોને જીવનમાં અપનાવવા અપીલ કરી હતી.

પાંચ હજાર વર્ષ પહેલાં કુરુક્ષેત્રમાં મહાભારત દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ ગીતાનું પઠન કર્યું હતું, જેની વર્ષગાંઠ નિમિત્તે ગીતા જયંતિની ઉજવણી કરાય છે. આ પ્રસંગ ખૂબજ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે.

આ શુભ પ્રસંગ નિમિત્તે પૂજ્ય બાપૂએ ગીતા માનીષી સ્વામી શ્રી જ્ઞાનાનંદ જી મહારાજના પ્રયાસોને સપોર્ટ આપ્યો હતો કે જેમણે ભગવદ ગીતાના ઉપદેશોના પ્રસાર કરવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.
પૂજ્ય બાપૂએ જણાવ્યું હતું કે, ભગવદ ગીતા જ્ઞાન અને શાણપણ આપતો ગ્રંથ છે. ગીતા માનીષી સ્વામી શ્રી જ્ઞાનાનંદ જી મહારાજે ગીતા જયંતીની ઉજવણી દરમિયાન દરેક ઘરમાં ભગવદ ગીતા વાંચવાની અપીલ કરી છે. હું આ અપીલથી ખૂબ જ ખુશ છું અને નમ્રતાપૂર્વક દરેકને તેમના નેતૃત્વ હેઠળ શુભ પ્રસંગની ઉજવણીમાં આદરપૂર્વક ભાગ લેવા વિનંતી કરું છું.

આદરણીય ગીતા માનીષી સ્વામી શ્રી જ્ઞાનાનંદ જી મહારાજ જીઆઇઇઓ ગીતા (ગ્લોબલ ઇન્સપિરેશન એન્ડ એનલાઇટમેન્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ ભગવદ ગીતા) અને ગીતા જ્ઞાન સંસ્થાનમ, કુરુક્ષેત્રના સ્થાપક છે, જેમણે ભગવદ ગીતાના ઉપદેશોના પ્રસારમાં જીવન સમર્પિત કર્યું છે.
#bharatmirror #bharatmirror21 #news #moraribapu #gitajayanti #ahmedabad
