નીતા લીંબાચિયા, અમદાવાદ.
25 ડીસેમ્બર 2023:
ગીતા જયંતી નિમિતે સેક્ટર ૨૫ માં આવેલ કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઇસ્કોન ના બધા ભક્તો નાં પ્રયાસ થી દર્દીઓ માટે ખાસ શ્રીમદ્ ભગવદ્ ગીતા નું નિશુલ્ક વિતરણ કરાયુ હતું.

વિશ્વ હિંદુ પરિષદ મહાનગર ના અધ્યક્ષ શ્રી સુનીલભાઈ ત્રિવેદી તથા વોર્ડ ૯ નાં કાઉન્સિલર શ્રી શૈલાબેન ત્રિવેદી હાજર રહ્યા હતા.

દર્દીઓ એ ભાવ ભરી કૃતજ્ઞતા વ્યક્ત કરી ને ગીતાજી ને વધાવી હતી. બધા ભક્તો એ તમામ દર્દીઓ ના સારા સ્વાસ્થ્ય માટે હરે કૃષ્ણ સંકીર્તન સાથે હૃદય પૂર્વક પ્રાર્થના કરી હતી.
#bharatmirror #bharatmirror21 #news #gitajayanti #krishnasatsangcenter #gandhinagar #civilhospital #iskcon #ahmedabad
