નીતા લીંબાચિયા, અમદાવાદ.
28 ડીસેમ્બર 2023:
ડો. સુભાષ આપ્ટે વ્યવસાયે ઓક્યુપેશનલ થેરાપીસ્ટ તરીકે શહેરની ટીચર્સ ટ્રેનિંગ આપતી ઇન્સ્ટિટ્યૂટમાં જીવનના 35 થી વધુ વર્ષ ફરજ બજાવેલ. જે અંતર્ગત 600 થી વધુ મનોદિવ્યાંગજનો સહ કાર્યકર્તા એજ્યુકેટરોને એમણે તૈયાર કર્યા હતા.

તૈયાર થયેલા શિક્ષકો- થેરાપિસ્ટ પૈકી અમુકે નોકરી સ્વીકારી, જ્યારે અમુકે આપ્ટેસર ના માર્ગદર્શન હેઠળ પોતાની શાળાઓ કે ક્લિનિકો મનોદિવ્યાંગજનો લાભાર્થે શરૂ કર્યા. અમદાવાદ ,પુના કલકત્તા,જયપુર, ઇન્દોર,જુનાગઢ, ભાવનગર, બારડોલી, આણંદ,નડિયાદ જેવા શહેરોમાં 20થી વધુ સંસ્થાઓ શરૂ કરાવવામાં આપ્ટેસરનો સિંહ ફાળો છે.

વર્ષ 2023 ના દિવ્યાંગો સાથે કાર્યરત શ્રેષ્ઠ પ્રોફેશનલ નો રાષ્ટ્રપતિ એવોર્ડ વિશ્વ અપંગ દિન નિમિત્તે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદીમુરમુ ના હસ્તે આપ્ટેસર ને એનાયત થયો.

આપ્ટેસર ને મળેલ ભારત સરકાર નાં આ ઉચ્ચ એવોર્ડ બદલ સન્માનિત કરવા નવજીવન ટ્રસ્ટ ના સંચાલક અને એમના પૂર્વ વિદ્યાર્થી નિલેશ પંચાલના નેતૃત્વમાં રાણીપ નાં અંધ કલ્યાણ કેન્દ્ર ખાતે આપ્ટે સરનો સન્માન સમારોહ યોજાયો.
જેમાં ૧૨ જેટલી સંસ્થા ના સંચાલક અને એમના પુર્વ વિદ્યાર્થીઓએ મોમેન્ટો- શાલ-ગિફ્ટ આપી આપ્ટે સરને સન્માનિત કર્યા હતા. પોતાના હાથ નીચે તૈયાર થયેલા આ પૂર્વ વિદ્યાર્થીઓ નાં સન્માન ને જોઈને આપ્ટે સર ભાવવિભોર બની ગયા હતા. એમના આ પુર્વ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દક્ષિણા એમને આપી એવો તેમણે અનુભવ વ્યક્ત કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #dr.subhashaptre #honoringceremony #presidentawardwinner #ahmedabad
